પંજાબમાં જીત બાદ હવે AAP ગુજરાતમાં મોટી રમત રમવાની તૈયારીમા..

પંજાબમાં જીત બાદ હવે AAP ત્રીજા બળ તરીકે ગુજરાતમાં મોટી રમત રમવાની તૈયારી કરી રહી છે.અને
આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં અનેક સામાજિક અને રાજકીય લોકો સાથે બંધ બારણે બેઠકો કરી છે.

પંજાબ વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ આમ આદમી પાર્ટીનો આત્મવિશ્વાસ આ સમયે ચરમ પર છે. પંજાબ પછી પાર્ટી હવે અન્ય ચૂંટણી રાજ્યો પર પણ નજર રાખી રહી છે. આ એપિસોડમાં, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે ગુજરાતની રાજધાની અમદાવાદમાં એક મોટા રોડ શોનું આયોજન કર્યું હતું,અને જેથી રાજ્યની જનતાને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને પડકાર આપીને ત્રીજો રાજકીય વિકલ્પ આપી શકાય.

મળતી માહિતી મુજબ, આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં અનેક સામાજિક અને રાજકીય લોકો સાથે બંધ બારણે બેઠકો કરી છે. 27 માર્ચે કેજરીવાલ ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)ના નેતા અને દિડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાને મળ્યા હતા. તેમની પાર્ટીમાં હાલમાં બે ધારાસભ્યો છે.અને આ બેઠક બાદ હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેમની પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણીમાં AAP સાથે ગઠબંધન કરી શકે છે.

આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ કહ્યું કે રવિવારે કેજરીવાલ કોંગ્રેસના બે અસંતુષ્ટ નેતાઓ સાથે કેટલાક સામાજિક અને રાજકીય લોકોને મળ્યા હતા તેમજ અમે કેજરીવાલના આગામી ગુજરાત પ્રવાસ માટે એક મોટો રોડ શો કરવાનું આયોજન કરી રહ્યા છીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.