ગુજરાતમાં છાસવારે યુવતીઓ પર બળાત્કાર ગુજાર્યો હોવાનો ધટનાઓ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. એવી જ એક ધટના ગાંધીનગર તાલુકાની માનસીક રીતે અસ્થિર યુવતીને પાંચ દિવસ પહેલાં સગીર માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુઓ હતું .
આ અંગે ગત તારીખ ૨૪ જુલાઈની મધરાત્રિએ યુવતીનાં પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં જ પોલીસ દોડતી થઈ અને આરોપીઓ સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે.
https://www.youtube.com/watch?v=Tpk0xD1LE5A
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ એક છોકરીને પ્રાંતીયા નાં યુવકો લલચાવી -ફોસલાવીને બાઈક પર બેસાડીને ચિલોડા આજુબાજુ લઇ ગયાં. અહીં તેને નાસ્તો અને ઠંડુ પીવડાવ્યું પછી તેને એક ખેતરમાં લઈ ગયા હતા.
મળતી માહિતી અનુસાર પાંચ દિવસ પહેલા ભોગ બનનાર યુવતી સાંજના સમયે ચાલવા નીકળી હતી, જોકે કલાકો વીતી ગયા છતાં યુવતી ઘરે પરત ફરી ન હતી. આ પછી રાત્રે યુવતી ઘરે આવી તેના કપડા અને વાળ વિખેરાયેલા હતા.
દીકરી સાથે બનેલી આ ઘટનાની માતાએ પૂછપરછ કરતા તેણે પોતાની સાથે બનેલી ઘટના જણાવી દીધી હતી, જોકે તેની સાથે હવસસંતોષનાર નામ આપેલ ન હતા.પરિવારે પોતાની રીતે તપાસ કરતાં યુવતીના ફોન માંથી એક નંબર મળી આવ્યો હતો જેની તપાસમાં એક યુવકનું નામ સામે આવ્યું હતું ,જેને પકડી લઈ પૂછપરછ કરતાં પોલીસને વધુ બે યુવકોનું નામ સામે આવ્યા હતાં,તેમજ આ ત્રણે બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું..
https://www.youtube.com/watch?v=EqOC6s4JBOE
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.