રિતિક રોશન બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સૌથી ફિટ સ્ટાર્સમાંથી એક છે. તેણે નવા વર્ષ નિમિત્તે તેની લેટેસ્ટ તસવીરો શેર કરીને હલચલ મચાવી દીધી છે. ફોટામાં, અભિનેતા તેના સિક્સ પેક એબ્સ ફ્લોન્ટ કરતો જોવા મળ્યો હતો. હવે રિતિક રોશને વોરના શૂટિંગ દરમિયાન તેના ફિઝિકલ ટ્રાંસફોર્મેશનની સાથે સાથે તેની મેન્ટલ હેલ્થ વિશે વાત કરી અને રિતિકે કહ્યું કે તેને લાગ્યું કે તે શૂટિંગ દરમિયાન મરી રહ્યો છે. તે ડિપ્રેશનની આરે પહોંચી ગયો હતો.
રિતિક રોશને ફિટનેસ ટ્રેનર ક્રિસ ગેથિનના પોડકાસ્ટ શોમાં કહ્યું, ‘મને લાગ્યું કે હું મરી રહ્યો છું, જ્યારે હું ફિલ્મ વોર ફિલ્મ માટે કામ કરી રહ્યો હતો. હું ફિલ્મ માટે તૈયાર નહોતો. હું એક મોટા પડકાર સામે હતો. હું પરફેક્શન હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જેના માટે હું બિલકુલ તૈયાર નહોતો. આ ફિલ્મ પછી હું adrenaline fatigueનો શિકાર બની ગયો અને ત્રણથી ચાર મહિના મેં કોઈ ટ્રેનિંગ ના લીધી, કારણકે મારી તબિયત સારી ન હતી. હું લગભગ ડિપ્રેશનની આરે હતો અને પછી મને ખબર પડી કે હવે મારે જીવનમાં બદલાવ લાવવાની જરૂર છે.
ઍક્શન થ્રિલર ફિલ્મ વૉર ઑક્ટોબર 2019ના મહિનામાં રીલિઝ થઈ હતી જેમાં રિતિક રોશને ટાઈગર શ્રોફ અને વાણી કપૂર સાથે કામ કર્યું હતું. તે રિતિક રોશનની હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ સાબિત થઈ અને યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રિતિક રોશન છેલ્લે વિક્રમ વેધામાં જોવા મળ્યો હતો, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી ન હતી. આ ફિલ્મમાં સૈફ અલી ખાને પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી હતી. જો કે આ ફિલ્મ ચાલી ન હતી, પરંતુ રિતિક અને સૈફની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. હવે રિતિક રોશન સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ફાઈટરમાં જોવા મળશે અને જેમાં તેની જોડી દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.