આગામી 2-3 મહિનામાં ભાજપ મહારાષ્ટ્રમાં સરકાર બનાવી લેશે: કેન્દ્રીય મંત્રીનો દાવો

 રાવસાહેબ દાનવેએ દાવો કર્યો છે કે, ભાજપ મહારાષ્ટ્રમાં આગામી 2-3 મહિનામાં સરકાર બનાવી લેશે. ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રીએ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે એક બેઠકને સંબોધિત કરતા આ દાવો કર્યો છે.

તેમણે કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓએ તે નહી વિચારવું જોઈએ કે આપણી સરકાર મહારાષ્ટ્રમાં નહી આવે. આપણે આગામી 2-3 મહીનામાં અહીં સરકાર બનાવી લેશું. અમે તેના પર કામ કર્યું છે. આપણે વિધાન પરિષદની ચૂંટણી પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યાં છીએ.

ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્રમાં ઠીક એક વર્ષ પહેલાં દેવેન્દ્ર ફડનવીસે NCP નેતા સાથે મળીને રાજ્યમાં 80 કલાકની સરકાર બનાવી હતી. જે બાદ મહારાષ્ટ્રમાં ફરી ભાજપ સરકાર બનાવશે તેવો દાવો ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેએ કર્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.