આગામી બે વર્ષમાં ટોલ પ્લાઝા બંધ કરી દેવાશે : ફાસ્ટટેગથી ટોલ વસૂલાશે

– કેન્દ્રીય હાઇવે અને ટ્રાન્સપોર્ટ પ્રધાનની જાહેરાત

– ફાસ્ટટેગને કારણે પેટ્રોલ અને ડીઝલના વપરાશ અને પ્રદૂષણમાં ઘટાડો થયો : નીતીન ગડકરી

હવે દેશમાં ટૂંક સમયમાં નેશનલ હાઇવે પરના ટોલ પ્લાઝા બંદ કરી દેવામાં આવશે તેમ કેન્દ્રીય હાઇવે અને ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતીન ગડકરીએ જણાવ્યું હતું. એસોચેમ ફાઉન્ડેશન વીક કાર્યક્રમમાં ભાષણ આપતા કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે સરકારે સમગ્ર દેશમાં વાહનો કોઇ પણ જાતના અવરોધવગર ચાલી શકે તે માટે જીપીએસ આધારિત ટોલ પ્લાઝાને અંતિમ સ્વરૂપ આપી દીધું છે.

જેના કારણે આગામી બે વર્ષમાં ભારત ટોલ પ્લાઝા મુક્ત થઇ જશે. ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે ટોલની રકમ સીધા જ બેંક ખાતામાંથી કપાઇ જશે. નવા તમામ કોમર્શિયલ વાહનો ટ્રેકિંગ સિસ્ટમની સાથે આવી રહ્યાં છે.

આ ઉપરાંત સરકાર જૂના વાહનોમાં પણ જીપીએસ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની વ્યવસ્થા કરશે.  આ કાર્યક્રમમાં ગડકરીએ જીપીએસ આધારિત ટોલ વસૂલ કરવાની વ્યવસ્થાની પણ માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં ટોલ ક્લેકશન 1.34 લાખ કરોડ રૂપિયાએ પહોંચી જશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારે દેશના તમામ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત બનાવી દીધું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.