આગામી 7મી સપ્ટેમ્બરથી દોડતી થશે મેટ્રો ટ્રેન, સરકારે ગાઈડલાઈન કરી જાહેર

કોરોનાના કારણે પ્રતિબંધિત કરવામાં આવેલી મેટ્રો સેવા પૂર્વવત થવાની છે. અનલોક 4.0માં સાત સપ્ટેમ્બરથી મેટ્રોનું સંચાલન ફરીથી શરૂ કરી કરવાની મંજુરી આપી દેવામાં આવી છે. દિલ્હીમાં સાત સપ્ટેમ્બરથી એક લાઈન પર મેટ્રો સેવા શરૂ કરી દેવામાં આવશે. જો કે, મહારાષ્ટ્ર સરકારે હજુ મેટ્રો સેવા શરૂ નહી કરવાનો નિર્ણય કર્યો છે.

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, સાત સપ્ટેમ્બરથી તબક્કાવાર રીતે મેટ્રો સેવા શરૂ કરવામાં આવશે. જે મેટ્રોમાં એકથી વધારે લાઈન છે તે જૂદી-જૂદી લાઈનને સાત સપ્ટેમ્બરથી યોજનાબદ્ધ રીતે ખોલીશું જેથી 12 સપ્ટેમ્બર સુધી દરેક કોરિડોરનું સંચાલન શરૂ થઈ જાય. તેમણે જણાવ્યું કે, સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટે બોર્ડિંગ/ડીબોર્ડિંગ માટે પુરતો સમય આપવામાં આવવો જોઈએ.

મેટ્રોમાં મુસાફરી માટેના નિયમો

  • કંટેનમેન્ટ ઝોનમાં એન્ટ્રી-એક્ઝિટ ગેટ બંધ
  • માસ્ક વિના આવનારા મુસાફરોએ એન્ટ્રી પોઈન્ટ પર જ માસ્ક ખરીદવું પડશે, જે મોંઘું હોય શકે છે.
  • સેનેટાઈઝરનો ઉપયોગ ફરજિયાત હશે, બની શકે તો સેનેટાઈઝર મુસાફર પોતાની પાસે પણ રાખે.
  • પ્લેટફોર્મ, મેટ્રોની અંદર ભીડ થાય નહી તેનું પાલન કરવું પડશે
  • થર્મલ સ્ક્રિનિંગ બાદ જ વ્યક્તિને મેટ્રોમાં મુસાફરી કરવા દેવામાં આવશે.
  • આરોગ્ય સેતુ એપના ઉપયોગ મહત્તમ થાય તે માટે પ્રયાસો કરાશે.
  • સમયાંતરે સ્ટેશનોને સેનેટાઈઝ કરવામાં આવશે.
  • એસીમાં ફ્રેશ એરની માત્રા વધારવામાં આવશે.
  • ઓછામાં ઓછા સામાન સાથે મુસાફરી કરવા માટે કહેવામાં આવશે.
  • વિજ્ઞાપન દ્વારા મેટ્રોમાં સુરક્ષિત મુસાફરી માટે લોકોને જાગૃત કરવામાં આવશે.
  • જો સરકારને લાગ્યું કે ભીડ વધારે થઈ રહી છે, સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું નહી હોય તો સમિક્ષા કરવામાં આવશે
  • શરૂઆતમાં માત્ર સ્માર્ટ કાર્ડ જ ચાલશે અને કેશલેસ રીતે જ સ્માર્ટ કાર્ડ રિચાર્જ થશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.