આગ્રામાં કોરોના વાયરસનાં 6 કેસ, પ્રધાનમંત્રીએ દેશવાસીઓને આપી ખાસ સલાહ

દુનિયાભરમાં કોરોના વાયરસને લઈને રીતસરનો હાહાકાર મચ્યો છે. હવે કોરોના વાયરસે ભારતમાં પણ દસ્તક દીધી છે. દિલ્હીમાં એક વ્યક્તિને લાગેલા કોરોના વાયરસના ચેપના કારણે નોએડા અને આગરામાં પણ તેની હાજરી જોવા મળી રહી છે. જોકે આ મામલે પીએમ મોદીએ લોકોને હૈયાધારણા બંધાવી છે અને નિશ્ચિંત રહેવાની અપીલ કરી છે.

નોઈડા બાદ આગ્રામાં કોરોના વાયરસનાં 6 સંદિગ્ધ મળ્યા છે. આ એજ લોકો છે, જે ઈટલી આવેલા શખ્સનાં સંપર્કમાં આવ્યા હતા. આ શખ્સ કોરોના વાયરસથી ચેપગ્રસ્ત હોવાનું જણાઈ આવ્યું છે. આ તમામ 6 લોકોને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે અને તેમના સેમ્પલ પુણેની મેડિકલ લેબમાં મોકલવામાં આવ્યા છે. આ દરમિયાન જ પીએમ મોદીએ ટવીટ કરી લોકોને ન ગભરાવાની અપીલ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.