આગ્રામાં કરોડો રુપિયાની પ્રતિબંધિત દવાઓનો જથ્થો મળ્યો, દાળની ગુણીમાં છુપાવી થતી હતી સપ્લાઇ

ઉત્તર પ્રદેશના આગ્રામાં પોલિસ અને ડ્રગ્સ વિભાગે મળીને રવિવારે એક ઘરમાં રેડ પાડી. તે દરમિયાન કોરોડો રુપિયાની દવાઓનો જથ્થો મળી આવ્યો છે. કરોડો રુપિયાની પ્રતિબંધિત દવાઓ મળી આવતા સ્થાનિક પ્રશાસનમાં હડકંપ મચ્યો છે. પોલિસે આ તમામ પ્રતિબંધિત દવાઓના જથ્થાને જપ્ત કર્યો છે. આ જથ્થાની કિંમત 3.5 કરોડ રુપિયા જણાવવામાં આવી રહી છે. આ પ્રતિબંધિત દવાઓને દાળની બોરીઓમાં છુપાવીને રાખવામામ આવતી હતી. આ ઘટના આગ્રાના કમલા નગર વિસ્તારની છે. જ્યાં રવિવારે પોલિસ અને ડ્રગ્સ વિભાગે મળીને સંયુક્ત કાર્યવાહી કરી છે. આ દવાઓનો જથ્થો એક મકાનના ગોડાઉનમાં છુપાવેલો હતો.

પ્રતિબંધિત દવાઓના આ કૌભાંડમાં પંકજ ગુપ્તાનું નામ સામે આવી રહ્યું છે. એવું પણ જાણવા મળ્યું છે કે પંકજ ગુપ્તા ઇન્ટરનેશલ ડ્રગ કૌભાંડમાં સામેલ છે. જો કે આ રેડ દરમિયાન કોઇ ધરપકડ તિ નથી. વર્તમાન સમયે પોલિસ ને ડ્રગ વિભાગની ટીમ તપાસમાં લાગી છે. ડ્રગ વિભાગને લોહિયા નગરમાં પ્રતિબંધિત દવાઓ એક મકાનમાં છુપાવી હોવાની સૂચના મળી હતી. જેના આ આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.

ડ્રગ માફિયા પંકજ ગુપ્તા ઘટનાસ્થળ પરથી ભાગવામાં સફળ રહ્યો છે. જ્યારે રેડ દરમિયાન દવાનો જથ્થો સામે આવ્યો તો તમામ અધિકારીઓ ચકિત થઇ ગયા. કારણ કે જે દવાઓ સંપૂર્ણ પ્રતિબંધિત છે તેનો મોટા પ્રમાણમાં હીં જથ્થો હતો. જેને દાળમાં છુપાવવામાં આવ્યો હતો. આ કૌભાંડના તાર અન્ય રાજ્યો સાથે જોડાયેલા હોવાની પણ પોલિસ અને ડ્રગ્સ વિભાગને શંકા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.