દુનિયામાં પ્રસિધ્ધ આગ્રા શહેરના મેયરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને એક ચોંકાવનારો પત્ર લખ્યો
મેયર નવિન જૈને પત્રમાં લખ્યુ છે કે, આગ્રા શહેર બીજુ વુહાન બની શકે છે, જો તરત જ કાર્યવાહી નહી કરાઈ તો અહીંયા કોરોનાની મહામારી વિકરાળ સ્વરુપ ધારણ કરી શકે છે.
મેયરે તંત્ર દ્વારા થઈ રહેલી સાવ ઢીળી કામગીરીને લઈને સીએમ અને ડેપ્યુટી સીએમને ચેતવણી આપી છે અને શહેમરાં કોરોના વાયરસના મામલા વધી શકે છે તેવી આગાહી કરી છે.તેમણે લખ્યુ છે કે, મારુ શહેર બહુ મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યુ છે.જો આકરા નિર્ણય નહી લેવાય તો સ્થિતિ હાથ બહાર જતી રહેશે.એટલે હું તમને હાથ જોડીને પ્રાર્થના કરુ છું કે, મારા શહેરને બચાવી લો.
હવે આ પત્ર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.મેયરે વધુમાં લખ્ય છે કે, સ્થાનિક તંત્ર નાકામ રહ્યુ છે.હોટસ્પોટ જાહેર કરાયેલા ઝોનમાં પણ દિવસો સુધી ટેસ્ટિંગ થતુ નથી અને નથી દર્દીઓ માટે પાણી અને ભોજનની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.