ગેઇટ બંધ કરીને બહારથી જ ખાવા પીવાની વસ્તુઓ ફેંકવામાં આવે છે, જેને લેવા માટે લોકો પડાપડી કરે છે
દેશ આખો જ્યારે કોરોના વાયરસ સામે લડી રહ્યો છે, ત્યારે હાલમાં જ કેન્દ્ર સરકારે કોરોના વાયરસ સામેની લડાઇના આગ્રા મોડેલની પ્રશંસા કરી હતી. તેવામાં આ પ્રશંસા પર સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોએ પાણી ફેરવ્યું છે. આગ્રાના એક ક્વોરન્ટીન સેન્ટરનો વીડિયો વાયરલ થયો છએ, જેના કારણે આગ્રા પ્રશાસન પર સવાલ ઉઠ્યા છે અને વિવાદ પણ શરુ થયો છે. વીડિયો વાયરલ થયા બાદ લોકો જણાવી રહ્યા છે કે આગ્રા પ્રશાસનનો અસલી ચહેરો સામે આવ્યો છે.
વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે ક્વોરન્ટીન સેન્ટરની અંદર રહેલા લોકોને જાનવરોની જેમ ખાવાનું અને પાણી તેમજ અન્ય જરુરી વસ્તુઓ આપવામાં આવે આવે છે. ક્વોરેન્ટીન સેન્ટરનો ગેઇટ બંધ છે, અને તેની બહાર ખઆવા પીવાનો સામાન મુકવામાં આવે છે. જેને લેવા માટે ગેટની અંદર રહેલા લોકો પડાપડી કર છે. જેના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગના પણ લીરા ઉડી રહ્યા છે. થોડીવારમાં એક વ્યક્તિ પીપીઇ કિટ પહેરીને આવે છે, અને ગેટની સામે જ બિસ્કિટના પેકેટ ફેંકે છે.
આ જ રીતે ચાના કપ પણ ગ્રીલની બહાર જ મુકવામાં આવ્યા છે. વીડિયોની અંદર પ્રશાસન અને પોલીસના અધિકારીઓ પણ દેખાય છે. તેમની હાજરીમાં જ આ પ્રકારની ઘટના બની રહી છે. આ વીડિયો આગ્રાની એક કોલેજમાં બનાવવામાં આવેલા ક્વોરન્ટીન સેન્ટરનો છે. જે વાયરલ થયા બાદ ભારે વિવાદ થયો છે.
વીડિયો કોઇ મહિલાએ શૂટ કર્યો છે, જે બોલી રહી છે કે આ લોકોને અહીં મેડિકલ તપાસ માટે લાવવામાં આવ્યા હતા. હજુ સુધી કોઇ મેડિકલ તપાસ તો કરવામાં આવી નથી, પરંતુ ખાવા પીવાનું પણ બરાબર આપવામાં આવતું નથી. વીડિયો વાયરલ થયા બાદ પ્રશાસન સફાળું જાગ્યું છે અને તપાસના આદેશ આપ્યા છે, પરંતુ સવાલ એ છે કે જો વીડિયો સામે ના આવ્યો હોત તો શું આ ઘટનાની ખબર પડત?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.