એગ્રિકલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો PM મોદી કરાવશે પ્રારંભ

 

– ખેડૂતોને આ યોજનાથી થશે લાભ

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘એગ્રિકલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ’ હેઠળ 1 લાખ કરોડ રૂપિયાની ફાઇનાન્સિંગ સુવિધા શરૂઆત કરશે.

આ પ્રસંગે પ્રધાનમંત્રી ‘પીએમ-કિસાન યોજના’ અંતર્ગત 8.5 કરોડ ખેડુતોને 17,000 કરોડ રૂપિયાનો છઠ્ઠા હપ્તો પણ જાહેર કરશે. આ કાર્યક્રમમાં દેશભરના લાખો ખેડુતો, સહકારી મંડળીઓ અને નાગરિકો ભાગ લેશે. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર પણ ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રીમંડળે 1 લાખ કરોડના ‘કૃષિ માળખાગત ભંડોળ’ હેઠળ નાણાંની સુવિધાને મંજૂરી આપી છે. આ ભંડોળ ‘સારી રીતે લણણી પછીના મેનેજમેન્ટ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ અને કોલ્ડ સ્ટોરેજ, કલેક્શન સેન્ટર, પ્રોસેસિંગ યુનિટ્સ જેવા સમુદાય કૃષિ સંપત્તિ બનાવવામાં મદદ કરશે.આ સુવિધાઓ શરૂ થતાં ખેડુતોને તેમના પાક માટે સારો ભાવ મળી શકશે.આ સુવિધાઓને કારણે ખેડુતો પોતાનો પાક સંગ્રહ કરી શકશે અને યોગ્ય માલ પર પોતાનો માલ વેચી શકશે. તેનાથી તેમની આવકમાં વધારો થશે. ફૂડ પ્રોસેસિંગની સગવડતા સાથે, ખેડૂતો તેમના પાક માટે ઉંચા ભાવ મેળવી શકશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.