Agriculture News: બાજરી પીઝા, બાજરીના ફ્લેક્સ, બાજરી અને રાજગરાના નૂડલ્સ, પાસ્તા અને કુકીઝ જેવી અવનવી વાનગીઓએ લોકોમાં આકર્ષણ જમાવ્યું.
Agriculture News: બદલાતા સમયની સાથે જીવનધોરણ પણ બદલાયું છે. લોકોની રહેણી કરણી, ખાન-પાનમાં અને કામ કાજમાં પણ ભારે બદલાવ આવ્યો છે. જેને કારણે લોકોની હેલ્થ પર પણ તેની સીધી અસર જોવા મળે છે. એવામાં ગુજરાત સહિત દેશ અને દુનિયાભરમાં લોકો ખોરાકમાં પરિવર્તન લાવી રહ્યાં છે. પૈસાદાર લોકો તો ટપોટપ ઘઉં-ચોખા ખાવાનું બંધ કરી રહ્યાં છે. કારણકે, તેઓ જાણી ગયા છે સ્થાસ્થ્યનું આ રહસ્ય. હિટ અને ફિટ રાખવું હોય તો મિલેટ શરીર માટે જરૂરી છે. મિલટ એ એવા ધાન છે જે શરીરને પુરતુ પોષણ પણ આપે છે, વજન પણ વધારતા નથી અને અનેક બીમારીઓને તમારાથી દૂર રાખે છે.
બાજરી પીઝા, બાજરી ફ્લેક્સે જમાવ્યું આકર્ષણઃ
ગુજરાત સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલ જણાવ્યુંકે, સુપર ફૂડ મિલેટસને પ્રોત્સાહન આપવા યોજાયેલા ‘મિલેટ મહોત્સવ’ને ભવ્ય સફળતા મળી રહી છે. રાજ્યની ૮ મહાનગરપાલિકાના ૨.૭૮ લાખથી વધુ નાગરિકોએ મિલેટ મહોત્સવની મુલાકાત લીધી. શ્રીઅન્નને પ્રોત્સાહિત કરતા ૫૦૨ સ્ટોલ દ્વારા આશરે રૂ. ૧.૧૪ કરોડનું વેચાણ કરાયું. બાજરી પીઝા, બાજરીના ફ્લેક્સ, બાજરી અને રાજગરાના નૂડલ્સ, પાસ્તા અને કુકીઝ જેવી અવનવી વાનગીઓએ લોકોમાં આકર્ષણ જમાવ્યું.
ખુદ પ્રધાનમંત્રી મોદી પણ ખાય છે આ વસ્તુઓઃ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતના બાજરી, જુવાર, રાગી જેવા વિવિધ પોષણયુક્ત શ્રીઅન્નને આજે સમગ્ર વિશ્વ સુધી પહોંચાડવાના પ્રયાસો કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે પણ સુપર ફૂડ મિલેટ્સને ઘર-ઘર સુધી પહોંચાડવાના પ્રયાસોમાં સહભાગી થવા રાજ્યની ૮ મહાનગર પાલિકાઓ ખાતે ત્રિ-દિવસીય ‘મિલેટ મહોત્સવ’નું આયોજન કર્યું હતું, જેમાં રાજ્ય સરકારને ભવ્ય સફળતા મળી છે.
મિલેટ મહોત્સવ:
‘મિલેટ મહોત્સવ’ના સફળ આયોજન અંગે વાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર અને જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે યોજાયેલા ‘મિલેટ મહોત્સવ’ની આશરે ૨.૭૮ લાખથી વધુ નાગરિકોએ મુલાકાત લીધી છે. મિલેટ મહોત્સવમાં શ્રીઅન્નને પ્રોત્સાહિત કરતા અને નાગરીકોને શ્રીઅન્નના લાભ સાથે અવગત કરાવતા કુલ ૫૦૨ સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા. આ સ્ટોલ્સ પરથી ત્રણ દિવસમાં આશરે રૂ. ૧.૧૪ કરોડનું વેચાણ થયું છે.
મંત્રીએ કહ્યું કે, શ્રીઅન્નથી બનતી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ પ્રત્યે લોકો ખૂબ જ આકર્ષાયા છે. વડોદરા અને રાજકોટ ખાતેના મિલેટ મહોત્સવમાં બાજરી બેઇઝ પીઝા, બાજરીના ફ્લેક્સની વાનગીઓ, બાજરી અને રાજગરાના નૂડલ્સ, પાસ્તા અને કુકીઝ જેવી અવનવી વાનગીઓએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. તેમણે કહ્યું કે, સ્વાદિષ્ટ શ્રીઅન્નમાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન સહિતના પોષકતત્વો મળે છે તેમજ તે પચવામાં પણ સરળ રહે છે. શ્રીઅન્નમાંથી બનતી વિવિધ વાનગીઓનો આસ્વાદ માણી શકાય અને સાથે જ સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી શકાય તે માટે આજની યુવા પેઢી પણ મિલેટ તરફ આકર્ષાય તેવા તમામ પ્રયત્નો રાજ્ય સરકાર દ્વારા મિલેટ મહોત્સવના આયોજન થકી કરવામાં આવ્યા છે. મિલેટ મહોત્સવમાં શ્રીઅન્નના રેડી ટુ ઈટ અને રેડી ટુ કુક ઉત્પાદનોના સ્ટોલ, જાડા ધન્યોની વિવિધ વાનગીઓ ધરાવતા લાઈવ ફૂડ કાઉન્ટર, હેન્ડીક્રાફટ, પ્રાકૃતિક પેદાશો વગેરેના સ્ટોલ પર લોકોનો જમાવડો જામ્યો હતો. મિલેટ્સન પ્રત્યે લોકોના ઉત્સાહને ધ્યાને લઇ કેટલીક મહાનગરપાલિકામાં મુલાકાતનો સમય પણ વધારવામાં આવ્યો હતો, તેમ મંત્રીએ ઉમેર્યું હતું
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.