ગુજરાત વિધાનસભાની ચૂંટણી વચ્ચે ATSનું મોટું સર્ચ ઓપરેશન, કોરોડોની ટેક્ષ ચોરી પડકાઈ
News Detail
ગુજરાત ચૂંટણીના ઉત્તેજના વચ્ચે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ની મોટી કાર્યવાહી જોવા મળી રહી છે. રાજ્યના 13 જિલ્લામાં 100થી વધુ સ્થળો પર ATSના દરોડા ચાલુ છે. ગઈકાલે રાતથી દરોડા પાડવામાં આવ્યા હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત ATS GST વિભાગ સાથે સંયુક્ત ઓપરેશન ચલાવી રહી છે અને અત્યાર સુધીમાં સુરત, અમદાવાદ, જામનગર, ભરૂચ અને ભાવનગર જેવા જિલ્લાઓમાં 150 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. કરચોરી અને નાણાંની લેવડ-દેવડ માટે આંતરરાષ્ટ્રીય માર્ગો પર આ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
કરોડો રૂપિયાની GST ચોરી
મળતી માહિતી મુજબ સાજીદ અજમલ શેખ અને શહજાદ નામના લોકો એટીએસના રડાર પર હતા. એટીએસની તેના પર ઘણા દિવસોથી નજર હતી. ATSએ સૌથી પહેલા આ બે લોકોની ગઈકાલે રાત્રે ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે સાજિદ અને શહઝાદ કથિત રીતે રાજ્યભરમાં GST ચોરીનું મોટું રેકેટ ચલાવે છે. આ કેસમાં કરોડો રૂપિયાની GST ચોરી થઈ હોવાનું કહેવાય છે. એવી આશંકા છે કે ધરપકડ કરાયેલા લોકોના તાર પીએફઆઈ અને હવાલા રેકેટ સાથે જોડાયેલા છે. નોધનનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી ડિસેમ્બરમાં છે. ગુજરાતમાં પ્રથમ ચરણનું મતદાન પહેલી ડિસેમ્બરના થશે જયારે બીજા ચરણનું મતદાન પાંચમી તારીખે થશે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામ સાથે 8મી ડિસેમ્બરના રોજ જાહેર થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.