ગુજરાત વાલી મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખી 20 દિવસ શાળા બંધ રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
સુરતમાં 192 વિદ્યાર્થીઓ તથા અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું ગુજરાત વાલી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
જોકે અમદાવાદ DEOએ દાવો કર્યો છે કે, એકપણ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ નથી. ટેસ્ટિંગ વિના DEOના દાવાને લઇ સવાલો ઉભા થઇ રહ્યાં છે. શહેરમાં મોટા પ્રમાણમાં કેસ તો સ્કૂલમાં ટેસ્ટિંગ કેમ નહીં?. ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસિયેશને ટેસ્ટિંગ માટે માંગ કરી છે.
પરીક્ષા બાબતે મુખ્ય સચિવ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરશે. જેમાં શિક્ષણમંત્રી તથા વિભાગના અધિકારીઓ ચર્ચા કરશે. મહાનગરોમાં કોરોના સંક્રમણ વધતા પરીક્ષા વ્યવસ્થામાં ફેરફાર કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.