અમદાવાદમાં કોરોનાના કેસોમાં વધારો,કેસો વધતા મેડિકલ સ્ટાફની જરૂરિયાત થઇ ઉભી

અમદાવાદમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. કેસો વધતા મેડિકલ સ્ટાફની જરૂરિયાત પણ ઉભી થઈ છે જેને પગલે અમદાવાદ સિવિલમાં સ્ટાફની ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

ફાર્મસીસ્ટ, સ્ટાફ નર્સ, લેબ ટેક્નિશિયનની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ સિવિલમાં વર્ગ-4ના કર્મીઓની ભરતીની જાહેરાત કરાઈ છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 4541 કેસ નોંધાયા છે અને 2280 દર્દીઓ સાજા થયાં છે

ગુજરાતમાં અત્યાર સુધીમાં 4697 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 187 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 22,692 પર પહોંચ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.