નવી દિલ્હીની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈમ્યુનોલોજીના અહેવાલમાં, ચેતવણી અપાઈ હતી કે…..

નવી દિલ્હીની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈમ્યુનોલોજીના અહેવાલમાં ચેતવણી અપાઈ હતી કે રસી લઈ લીધા પછી પણ એ વ્યક્તિ અન્યને કોરોનાનો ચેપ લગાડી શકે છે, માટે સાવધાન રહેવું જરૃરી છે. આ સંસ્થાનના ઈમ્યુનોલોજિસ્ટ ડૉ. સત્યજીત રથે કહ્યું હતું કે વેક્સિન લીધા પછી પણ સાવધાની રાખવી જોઈએ.

વેક્સિન લઈ લેવાથી ટ્રાન્સમિશીબિલિટી એટલે કે રોગ ફેલાવવાની શક્યતા ઘટતી નથી. રસી લીધા પછી પણ એ વ્યક્તિ બીજાને કોરોનાનો ચેપ લગાવી શકે છે.

આ સંસ્થાના વિજ્ઞાનીઓએ કહ્યું હતું કે વેક્સિન લીધા પછી પણ પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. સંશોધકોના કહેવા પ્રમાણે દેશભરમાં એવી ભૂલભરેલી માન્યતા છે કે વેક્સિન લીધા પછી એ વ્યક્તિને કોરોનાનો ચેપ લાગતો નથી.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.