ફરી ધ્રૂજી લેહની ધરતી,અહીં ભૂકંપના ઝટકા આવતા રહે છે સતત,જાન-માલનું કોઈ નુકસાન નહીં

Closeup of a seismograph machine earthquake

જૂન મહિનામાં લેહમાં 4 વાર ધરતી ધ્રૂજી છે. અહીં ભૂકંપના ઝટકા સતત આવતા રહે છે. આજે વહેલી સવારે 6.10 મિનિટે 4.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. પરંતુ જાનમાલની હાનિના કોઈ સમાચાર નથીય આ પહેલા 17 જૂને પણ 4.6નો ભૂકંપ આવ્યા હતો.

22મેની બપોરે 1.29 મિનિટે જમ્મૂ કાશ્મીરમાં સામાન્ય ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.3ની હતી અને તેનું કેન્દ્ર કાશ્મીરના કટડાથી ઉત્તર પૂર્વમાં 93 કિમી દૂર હતું. 21મેન પોજ પણ અહીં 4.2નો ભૂકંપ આવ્યો હતો. 19મેના રોજ ડોડામાં 3.2નો ભૂકંપ અનુભવાયો હતો.

જમ્મૂના ડોડા, ભદ્વવાહ, કિશ્તવાડમાં ભૂકંપને લઈને સંવેદનશીલ છે. તેમનું કહેવું છે કે આ ચિંતાનો વિષય છે અને અનેક મોટા ઝટકા આવવાની શક્યતા ઓછી છે. પરંતુ સતત આવી રહેવા નાના ઝટકા પણ ખતરો વધારી શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.