અમદાવાદ: નવરાત્રિ એટલે મા આદ્યશક્તિના ભક્તિનો તહેવાર. આ તહેવાર નવ રાત અને દસ દિવસ ચાલતા સૌથી લાંબા નૃત્ય પર્વ તરીકે ઓળખાય છે. લોકો આ તહેવારમાં મન મૂકીને ગરબે ઘૂમે છે. ગીતો તેમજ લોકગીત ગરબાના તાલે ઝૂમિ ઊઠે છે અને માતાજીની ભક્તિ કરે છે. ત્યારે આ વખતે અમદાવાદમાં કેન્સર અવેરનેસની થીમ ઉપર ગરબા થઈ રહ્યા છે.
કેન્સરના દર્દીઓને સશક્ત કરવા ગરબાનું આયોજન: વિવિધ થીમ ઉપર, વિવિધ પોશાકોમાં, વિવિધ ગીતો સાથે દર વખતે ગરબાના ભવ્યથી અતિભવ્ય આયોજનો થતા હોય છે. ત્યારે આ વખતે લોકો વચ્ચે એક સારો સંદેશ પહોંચે અને કેન્સર પ્રત્યે લોકો જાગૃત બને તથા કેન્સરના પીડિતોમાં કેન્સર સામે લડવાની ઉર્જા ભરે તેવા સંકલ્પ સાથે કેન્સર અવેરનેસની થીમ ઉપર આ વખતે અમદાવાદમાં HCG ફાઉન્ડેશન દ્વારા ‘આરંભ ગરબા’નું આયોજન કરવામાં આવ્યું છે.
કેન્સરના દર્દીઓ માટે ફંડ એકઠું કરવા ગરબાનું આયોજન: મોટાભાગે ગરબાના આયોજનોએ કમાણીના હેતુથી થતા હોય છે. આર્થિક લાભોના કારણે થતા હોય છે, પરંતુ આ ગરબાનના આયોજનનો મુખ હેતુ એ કેન્સર ફાઈટર્સ માટે ફંડ એકઠું કરવાનો છે.
કેન્સરથી ડરવાની જરૂર નથી, હું નહતો ડર્યો: HCG ફાઉન્ડેશનની આ પહેલ થકી સારવાર મેળવીને કેન્સરને માત આપનાર મેહુલભાઈ શાહ જણાવે છે કે, તેઓ કેન્સરના દર્દી હતા હવે તેમણે કેન્સરને માત આપી તેની સામે જીત મેળવી લીધી છે. મેહુલભાઈ વધુમાં જણાવે છે કે ,અત્યારે ટેકનોલોજી એટલી વિકસિત થઈ ગઈ છે કે કેન્સરથી ડરવાની કોઈ જરૂર નથી, બધાનો ઈલાજ શક્ય છે. આજે તેઓ દુનિયાના 29 દેશો ફરી ચૂક્યા છે અને બધે ગરબાનું આયોજન કરાવે છે.
કેન્સર અવરનેસ માટે વિવિધ પોસ્ટર બેનર લગાડવામાં આવ્યા: આ ગરબા આયોજનમાં વિવિધ પોસ્ટર બેનરો લગાડવામાં આવ્યા છે જેમાં “Empowering Every Cancer Fighter”, “તમારી મદદ કોઈને નવું જીવન આપી શકે છે” જેવા કેન્સર સામે લડત લડી રહેલા ફાઇટરને સ્ટ્રોંગ બનવે તે પ્રકારના સ્લોગનો પણ લખવામાં આવ્યા છે.
સાડા 3 હજાર કેન્સર પીડિતો મેળવી ચૂક્યા છે લાભ: HCG ફાઉન્ડેશનના ડૉ. ભરત ગઢવી જણાવે છે કે, HCG ફાઉન્ડેશન છેલ્લા 12 વર્ષથી આ પ્રકારના ગરબાનું આયોજન કરીને કેન્સરના દર્દીઓ માટે ફંડ એકઠું કરી રહ્યા છે. આ ગરબાથી એકત્રિત થતા ફંડનો સીધો લાભ ગરીબ કેન્સર પીડિત લોકોને આપવામાં આવે છે. વધુમાં ડૉ. ભરત ગઢવી જણાવે છે કે, અત્યાર સુધીમાં આવી રીતે ગરબાના આયોજન દ્વારા HCG ફાઉન્ડેશન દ્વારા 3 થી સાડા 3 હજાર કેન્સર પીડિત દર્દીઓને મદદ પહોંચાડી ચૂકેલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.