દિલ્હીમાં ગરમીની માર સહન કરી રહેલા લોકોને રાહતના સંકેત નજર નથી આવી રહ્યા. લૂનો કહેર સહન કરી રહેલી દિલ્હીમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. ગુરુવારે અહીં મહત્તમ તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું છે.
આ ગત 90 વર્ષમાં શહેરમાં જુલાઈ મહિનામાં નોંધાયેલ સૌથી વધારે તાપમાન છે. 1 જુલાઈ 1931 એ મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ હતુ. જુલાઈમાં 2 જૂલાઈ 2012ના રોજ નોંધાયેલ તાપમાન 43.5 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી ગયુ હતુ.
હવામાન વિભાગનું કહેવું છે કે રાજ્યમાં આ પ્રકારની લૂ ચાલતી રહેશે. ભારતના હવામાન વિજ્ઞાન વિભાગે કહ્યુ છે કે આવનારા 2 દિવસ સુધી ભારતીય રાજ્ય પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં લૂ ચાલવાની શક્યતા છે.
આઈએમડીએ કહ્યું કે નીચલા સ્તરો પર પાકિસ્તાનથી ઉત્તર પશ્ચિમ ભારત તરફથી શુષ્ક પશ્ચિમી-દક્ષિણ- પશ્ચિમી હવાઓના કારણે, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, ઉત્તરી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશમાં અલગ અલગ કેટલાક ભાગોમાં ગરમીની લહેરની સ્થિતિ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.