અહીંયા ઓક્સિજનની માંગમાં થઇ રહ્યો છે ઘટાડો,રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ પણ ઘટી

કોરોના વાયરસના ભારે તોફાન બાદ સુરતમાં ધીમે ફરી રાહત મળી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. શહેરમાં કેસ, ગંભીર દર્દીઓ, ઑક્સીજનની ડિમાન્ડમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે શહેરમાં 28 દિવસ બાદ નવા કેસની સંખ્યા એક હજારથી ઓછી થઈ છે.

ગઇકાલે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જે આંકડા આપવામાં આવ્યા તે અનુસાર સુરતમાં 28 દિવસ નવા કેસનો આંક એક હજારથી નીચે ગયો છે. આ સિવાય શહેરમાં ઑક્સીજનની માંગ પણ સતત ઓછી થઈ રહી છે.

કોરોનાની બીજી લહેરમાં રાજ્યમાં સતત ત્રીજા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધી છે. રાજ્યમાં 12 હજાર 64 નવા કેસ નોંધાયા છે જ્યારે સ્વસ્થ થયેલા દર્દીની સંખ્યા 13 હજાર 85 રહી છે.

 

રાજ્યમાં રિક્વરી રેટ 76.52 ટકાએ પહોંચ્યો છે તથા રાજ્યમાં અત્યાર સુધીમાં 6 લાખ 58 હજાર 36ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 8 હજાર 154 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 5 લાખ 3 હજાર 497 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.