વર્ષ 2020-21માં અમદાવાદમાં 120, સુરતમાં 93, રાજકોટમાં 94 અને વડોદરામાં 95 AQI નોંધાયો હતો.
News Detail
દિલ્હી કરતા પીરાણાનો AQI વધારે!
તાજેતરમાં અમદાવાદ શહેરના એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)ના આંકડા સામે આવ્યા છે. જે ચિંતા વધારે એવા છે. અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વાયુ પ્રદૂષણમાં વધારો નોંધાયો છે. આ સાથે અમદાવાદ શહેરમાં વાયુ પ્રદૂષણનું લેવલ 211 AQI રહ્યું છે. દિલ્હી બાદ હવે અમદાવાદમાં પણ વાયુ પ્રદૂષણની સમસ્યા સતત વધી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, અમદાવાદનો ઓવરઓલ AQI 232 નોંધાયો છે. જ્યારે દિલ્હીનો ઓવરઓલ AQI 312 નોંધાયો છે. માહિતી મુજબ, દિલ્હીના AQI કરતા અમદાવાદના પીરાણા વિસ્તારનું AQI વધારો નોંધાયું છે.
છેલ્લા 2 વર્ષમાં વાયુ પ્રદૂષણમાં સતત વધારો થયો
જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના પર્યાવરણ, ફોરેસ્ટ અને ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જે મુજબ વર્ષ 2020-21માં અમદાવાદમાં 120, સુરતમાં 93, રાજકોટમાં 94 અને વડોદરામાં 95 AQI નોંધાયો હતો. ત્યાર બાદ વર્ષ 2021-22માં અમદાવાદમાં 113, સુરતમાં 100, રાજકોટમાં 116 અને વડોદરામાં 121 AQI નોંધાયો હતો. ત્યારે હવે વાયુ પ્રદૂષણ એક ચિંતાજનક લેવલે પહોંચ્યું છે. જેથી અનુમાન લગાવવામાં આવી રહી છે કે આવનારા સમયમાં અમદાવાદ સહિત રાજ્યના કેટલાક શહેરોમાં લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.