અમદાવાદના બુટલેગર ઝૈદ કુરેશી ઉર્ફ અતુએ પોલીસને ફેંક્યો ખુલ્લેઆમ પડકાર

અમદાવાદમાં બૂટલેગરો બેફામ બન્યા છે જેને લઈને એક કિસ્સો સામે આવ્યો છે જેમાં અમદાવાદના એક બુટલેગરે પોલીસને ખુલ્લેઆમ પડકાર ફે્ક્યો છે. તેમાં જમાલપુરના બુટલેગર ઝૈદ કુરેશી ઉર્ફે અત્તુંએ પોલીસે પડકાર ફેક્યો છે. તેમાં તેણે સોશિયલ મીડિયા પર ખુલ્લે આમ દારૂ અને બિયરની બોટલો સાથેનો વીડિયો વાયરલ કર્યો છે અને તેટલું જ નહી પરંતુ દારૂ ભરેલ ટ્રકની પાછળ પોતાની કાર લઈને પાયલોટિંગ કર્યાનો વીડિયો પણ વાયરલ કર્યો છે તેમજ રિવરફ્રન્ટ અને બ્રિજ પર દારૂ અને બિયરના ટીન ખુલ્લે આમ મૂકી વીડિયો બનાવી અને વાયરલ કર્યો છે અને જેમાં સોશિયલ મીડિયા પર હાથમાં બિયરના ટીન સાથેનો ફોટો પણ મુક્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.