અમદાવાદના બોપલના TRP મોલમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં, પાંચમો અને છઠ્ઠો માળ બળીને ખાખ

Ahmedabad TRP mall : બોપલના ટીઆરપી મોલમાં ભયંક આગ લાગવાની ઘટના શનિવારે રાતના સમયે બની હતી. આ વિકરાળ આગ જોવા માટે લોકોના ટોળેટોળા આવી ગયા હતા.

અમદાવાદ: શહેરના બોપલ વિસ્તારના જાણીતા TRP મોલમાં ભીષણ આગ લાવાની ઘટના બની છે. શનિવારે રાત્રે લગભગ 11 વાગ્યા બાદ આ આગનો બનાવ બન્યો હતો. મોલમાં પાંચમા માળે આવેલા બાળકોના ગેમિંગ ઝોન સ્કાય જમ્પ શોપમાં આગ લાગવાની શરૂઆત થઈ હતી. પાંચમાં માળથી આગ પ્રસરીને ત્રીજા માળ સુધી પહોંચી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા એક કિલોમીટર દૂર સુધી આગના ધૂમાળાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સદનસીબે આ મોલમાં આગ લાગવાને કારણે કોઇ જાનહાનીના સમાચાર નથી. હાલ આ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

આ વિકરાળ આગને જોવા માટે રોડ પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. આગ લાગતાની સાથે જ મોલમાં અફરાતરફી સર્જાઈ હતી.

મોલમાંથી તમામ લોકોને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવાનું શરૂ કરી દીધું હતું. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે.
શહેરના બોપલના ટીઆરપી મોલમાં ભયંક આગ લાગવાની ઘટના શનિવારે રાતના સમયે બની હતી. બનાવની જાણ થતાં લગભગ 10 જેટલી ફાયર વિભાગની ગાડીઓ આગ પર કાબૂ મેળવવા માટે પહોંચી છે અને આ સિવાય એમ્બ્યુલન્સ પણ ઇમરજન્સી જરુર માટે ખડકી દેવાઈ છે.
અચાનક આ પ્રકારની ઘટના બનતા આસપાસના લોકો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.
રાતના સમયે આગની ઘટના બનવા પાછળનું કારણ શું છે તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
મોલમાં જરુરી ફાયર સેફ્ટીની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી હતી કે કેમ તે અંગેની પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી શકે છે.
મોલમાં જરુરી ફાયર સેફ્ટીની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી હતી કે કેમ તે અંગેની પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.