Ahemdabad Drugs News: ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે. અમદાવાદમાંથી 200 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. વટવા GIDCમાં આ ગાંજો-ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓને મુદામાલ સાથે ઝડપી લીધા છે. ઓડિસાથી(Ahemdabad Drugs News) ટ્રકમાં સૂકવેલા ગાંજાનો પાઉડર મોટી માત્રામાં મળી આવ્યો છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓને ઝડપી લીધા
ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે કારણકે કે આ ડ્રગ્સ માફિયાઓની હિંમત તો જુઓ, પહેલાં દરિયા કિનારેથી છુપાઈ-છુપાઈને ડ્રગ્સની ડિલિવરી કરાવતા હતા. પણ હવે તો 200 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો છેક અમદાવાદ સુધી ડિલિવરી કરાવી રહ્યા છે. વટવા GIDCમાં આ ગાંજો-ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓને ઝડપી લીધા છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ટ્રક ઝડપી પાડ્યો હતો. જેમાં તપાસ દરમિયાન ટ્રકમાંથી સૂકવેલો ગાંજાનો પાવડર અને એમડી ડ્રગ્સ મોટી માત્રમાં મળી આવ્યું હતું. જેમાં અંદાજિત 200 કિલોથી વધુ ગાંજો અને ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે આ જથ્થા સાથે ઓડિશાના ત્રણ શખસની પણ ધરપકડ કરવામાં આવી છે અને આ આરોપીઓ ઓડિશાથી ટ્રકમાં આ જથ્થો લઈને આવ્યા હતા.
ક્રાઇમબ્રાન્ચે તપાસ હાથ ધરી
વટવા GIDCમાં આ ગાંજો-ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓને મુદામાલ સાથે ઝડપી લીધા છે.તેમજ ડ્રગ્સનો આ જથ્થો કોને-કોને આપવાનો હતો અને રસ્તામાં અન્ય કોઇને આ જથ્થો ડિલિવરી કર્યો છે કે નહીં તે સહિતના તમામ એંગલ પર હાલ તપાસ ચાલી રહી છે.
આ અગાઉ પોસ્ટ ઓફિસમાંથી ઝડપ્યું ડ્રગ્સ
અમદાવાદના શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સાયબરક્રાઈમે હાઈબ્રીડ ગાંજાના 37 પાર્સલ જપ્ત કર્યા હતા,અલગ-અલગ દેશમાંથી પાર્સલ મંગાવાયા હતા જે દેશના અલગ-અલગ જિલ્લામાં જવાના હતા પરંતુ તે પહેલા જ અમદાવાદની સાયબર ક્રાઈમે તેને ઝડપી પાડયા છે,આ પાર્સલ કોને અને કયાંથી મંગાવ્યા હતા તેને લઈ પોલીસે તપાસ તેજ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.