Gujarat Weather Update: હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે.
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી હતી. હાલ ગુજરાતમા ઉત્તર પશ્ચિમી- ઉત્તર દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે. જોકે, આજથી પાંચ દિવસ ગુજરાતમાં કોઇ હીટવેવની ચેતવણી આપવામાં આવી નથી તેવું હવામાન વિભાગની આગાહીમાં જણાવવામાં આવ્યુ છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 39.9 ડિગ્રી નોંધાયુ છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે. તેમણે આજે બપોરની આગાહીમાં જણાવ્યુ છે કે, ગુજરાતમાં પાંચ દિવસ હવામાન ડ્રાય રહેશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય.
હીટવેવ અંગેની આગાહી આપતા તેમણે જણાવ્યુ કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ હીટવેવની કોઇ ચેતવણી આપવામાં આવી નથી. પાંચ દિવસ માટે એકથી બે ડિગ્રી વધવાની શક્યતા છે.
છેલ્લા 24 કલાકના તાપમાનની વાત કરતા તેમણે જણાવ્યુ છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી સે. અને ગાંધીનગરમાં 38.5 ડિગ્રી સે. તાપમાન નોંધાયુ છે. જ્યારે ગુજરાતમાં સૌથી વધુ રાજકોટમાં 39.9 ડિગ્રી સે. તાપમાન નોંધાયુ છે. આ સાથે તેમણે લઘુત્તમ તાપમાન અંગેની જાણ કરતા તેમણે જણાવ્યુ કે, અમદાવાદમાં 24. 2 ડિગ્રી, ગાંધીનગરમાં 23.5 ડિગ્રી સે. તાપમાન નોંધાયુ છ
લઘુત્તમ તાપમાન વલસાડમાં 18.8 ડિગ્રી નોંધાયુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.