Ahmedabad Hit and Run Case: અમદાવાદ શહેરમાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના અમરાઈવાડીમાં વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવી રહેલી કારે એક વૃદ્ધને અડફેટે લીધા હતા. કાર ચાલક વૃદ્ધને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. જ્યારે વૃદ્ધનું ઘટના (Ahmedabad Hit and Run Case) સ્થળે મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે.
કાર ચાલક અકસ્માત સર્જી ફરાર
અનુપમથી ન્યૂ કોટન જતાં માર્ગ પર 74 વર્ષીય અમરચંદ રાજપૂત વહેલી સવારે ચાલવા નીકળ્યા હતા, ત્યારે અજાણ્યો કાર ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.
અકસ્માતમાં અમરચંદ રાજપૂતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. ઘટનાના CCTV સામે આવ્યા છે. પોલીસે કાર ચાલકને પકડવા તપાસ હાથ ધરી છે.
મોર્નિંગ વોકમાં નીકળેલા વૃદ્ધ મોતને ભેટ્યા
મહાદેવ લાલ કુંભારની ચાલીમાં રહેતા અમરચંદ રાજપૂત સવારે મોર્નિંગ વોકમાં પાંચ વાગ્યા પહેલા તેમના ઘરથી સૌજન્ય એપાર્ટમેન્ટ તરફ જઈ રહ્યા હતા, ત્યારે જ ન્યૂ કોટન બાજુથી આવેલી અજાણી સ્વિફ્ટ કારે તેમને ટક્કર મારી હતી અને કાર ચલાક ફરાર થઈ ગયો હતો. અમરાઈવાડી પોલીસે ફરાર કારચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.