અમદાવાદમાંથી ઝડપાયેલા રુપિયા 10 હજાર કરોડના ક્રિકેટ સટ્ટાના કૌભાંડમાં ગુજરાત પોલીસે રાજ્યના ઈતિહાસમાં પ્રથમ વખત ઈન્કમટેક્સ એક્ટની કલમ 75નો ઉમેરો કર્યો છે. આ કૌભાંડમાં ઝડપાયેલા 4 આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા અને ચારેય આરોપીના 10 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને આ કૌભાડમાં સંડોવાયેલા અન્ય આરોપીને પકડવા માટે પોલીસની જુદી જુદી ટીમો અલગ અલગ રાજ્યોમાં રવાના થઈ છે.
રાજ્યમાં અત્યાર સુધી ક્યારેય પણ ઈન્કમટેક્સની કલમ 75નો ઉપયોગ થયો નથી. જો કે ક્રિકેટના આ સટ્ટાના કૌભાંડમાં લોકો પાસેથી રુપિયા લઈને એક એકાઉન્ટમાંથી બીજા કોઈ વ્યક્તિ મારફતે તેમજ આરટીજીએસ તથા હવાલાથી વિદેશ મોકલવામાં આવ્યા હોવાથી આ કલમનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ કૌભાંડમાં ઝડપાયેલા 4 આરોપીઓના લેપટોપ, મોબાઈલ ફોન, સીમકાર્ડ મળ્યા હતા અને આ સીમકાર્ડમાં લોક હોવાથી તેને ખોલાવીને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે
શહેરમાં ઝડપાયેલા ક્રિકેટ સટ્ટાના 4 આરોપી સિવાય અન્ય મુખ્ય આરોપી સામે લૂક આઉટ નોટિસ જારી કરવામાં આવી હતી સુત્રોની મળતી વિગત પ્રમાણે આ આરોપી મહાદેવ, અમિત મજેઠિયા, માનુશ શાહ, અન્ના રેડ્ડી, વિવેક જૈન હાલમાં દુબઈમાં છે. આ તમામ આરોપી સામે પોલીસે લૂક આઉટ નોટિસ જારી કરી છે. આ તમામ આરોપીઓના બેંક એકાઉન્ટ અને અન્ય માહિતી ભેગી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને પોલીસને અલગ અલગ 19 જેટલી બેંકમાંથી 538 જેટલા એકાઉન્ટ મળ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.