અમદાવાદના જીવરાજ બ્રિજ ઉપર હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી. જેમાં રાહદારીને કારચાલકે અડફેટે લેતા મૃત્યુ નિપજ્યું હતુ. ત્યારે ઘટનાની જાણે પોલીસને થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં દિવસેને દિવસે હિટ એન્ડ રનના બનાવો વધતા જાય છે. બેફામ ગતિએ જતા નફ્ફટ વાહનચાલકોના ભૂલી કિંમત રાહદારીઓને ચૂકવવાની વારી આવી રહી છે. ત્યારે ગતરાત્રિના શહેરમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં શહેરના જીવરાજ બ્રિજ પર રાહદારીને ગાડી ચાલકે અડફેટે લીધો હતો.
વધુ તપાસ હાથ ધરી
વાહનોથી સતત ભરચક એવા બ્રિજ પર જતા રાહદારીને ફોર વ્હીલર ચાલકે અડફેટે લીધો હતો. જેના કારણે રાહદારીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જેને લઇ આસપાના લોકો દ્વારા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવતા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
ગણતરીની મીનિટોમાં મૃત્યુ
મળતી માહિતી મુજબ રાજેન્દ્ર પારગી નામના યુવક જીવરાજ બ્રિજ પરથી ચાલતો પસાર થઇ રહ્યો હતો. ત્યારે પૂરપાટ ઝડપે જતી ફોર વ્હીલરે ટક્કર મારતા ગણતરીની મીનિટોમાં તેનું મૃત્યુ નિપજ્યું હતુ. મૃત્યુ પામેલ આ યુવક જીવરાજ ડી માર્ટ પાસે રહે છે.
ત્યારે આ પ્રકારની ઘટના અમદાવાદ શહેરમાં વધી રહી છે. પોલીસ પણ આવા નફ્ફટોને પકડીને સજા કરી રહી છે. પરંતુ ક્યારે સુધરશે આવા બેફામ વાહન હંકારતા તત્વો, શું દરેક રાહદારીએ દરરોજ માથે કફન બાંધીને જ નિકળવું પડશે કે શું?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.