અમદાવાદની મેટ્રો રેલનો પ્રથમ તબક્કો પૂર્ણ કરવાનો યશ એસએસ રાઠોડને ફાળે જશે. આ પ્રોજેક્ટ આ વર્ષના મધ્યમાં પૂર્ણ કરવામાં આવે તેવી સંભાવના છે.અને આ પ્રોજેક્ટ માટે બનાવેલી મેટ્રો રેલ કોર્પોરેશનના એમડી તરીકે અત્યાર સુધી ત્રણ ઓફિસરો આવ્યા છે.
સરકારે પહેલાં નિવૃત્ત આઇએએસ અધિકારી સંજય ગુપ્તાને મૂક્યા હતા પરંતુ તેમણે 150 કરોડનું કૌભાંડ કર્યું હતું. અને તેમના પછી બીજા નિવૃત્ત આઇએએસ આઇપી ગૌતમ આવ્યા હતા. તેમની નિવૃત્તિ પછી સરકારે માર્ગ-મકાન વિભાગના નિવૃત્ત સચિવ એસએસ રાઠોડને મૂક્યા છે.
રાઠોડના સમયમાં મેટ્રો રેલમાં ખૂબ પ્રગતિ થઇ છે. આ પ્રોજેક્ટમાં અત્યાર સુધી 40 પૈકી 32 કિલોમીટરની લંબાઇના કામો તેમજ 12 સ્ટેશનનું નિર્માણકાર્ય પૂર્ણ થયું હોવાનું નોંધવામાં આવ્યું છે જ્યારે બાકીની 8 કિલોમીટરની લંબાઇના કામ તેમજ 20 સ્ટેશન બનાવવાનું કામ 2022ના અંત સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના 11મા વાર્ષિક રિપોર્ટમાં જણાવાયા પ્રમાણે એલિવેટેડ કોરિડોરમાં કુલ 33.53 કિલોમીટર અને અંડરગ્રાઉન્ડ કોરિડોરમાં 6.50 કિલોમીટરના કામો શરૂ કરવામાં આવ્યા હતા અને જે પૈકી અનુક્રમે 25.94 અને 6.08 કિલોમીટરના કામો પૂર્ણ થયાં છે.
એલિવેડેટમાં હજી 7.59 કિલોમીટરના કામો બાકી છે જ્યારે અંડરગ્રાઉન્ડમાં માત્ર 0.42 કિલોમીટર બાકી છે.અને બીજીતરફ મેટ્રોરેલના ફેઝ-1માં કુલ 32 સ્ટેશનો પૈકી અત્યાર સુધીમાં 12 સ્ટેશનના કામો પૂર્ણ થયાં છે જ્યારે બાકીના 20 સ્ટેશનોના કામો વિવિધ તબક્કે પ્રગતિમાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.