દિવાળી ટાણે આગની ઘટનાઓ સર્જાતી હોય છે. ત્યારે અમદાવાદમાં દિવાળીના દિવસે જ આગની ઘટના ઘટી હતી. જેમાં શહેરના મિર્ઝાપુર વિસ્તારના કબાડી માર્કેટમાં આગ લાગતા સમગ્ર માર્કેટ બળીને ખાખ થઇ ગયું હતું.
અમદાવાદમાં આગની ઘટના પ્રકાશમાં આવી હતી. શહેરના હાર્દસમા અને લોકોની ભારે અવરજવરથી ભરેલા માર્કેટમાં આગનો બનાવ ઘટ્યો હતો. આગ એટલી ભયંકર હતી કે જેના કારણે સમગ્ર માર્કેટને પોતાની ઝપેટમાં લીધું હતું. ફટાકડાના કારણે દુકાનોમાં આગ લાગી હતી. જેમાં અનેક દુકાનોમાં આગ લાગતા નાસભાગ મચી હતી.
મળતી માહિતી અનુસાર શહેરના મીર્ઝાપુર વિસ્તારમાં આવેલ કબાડી માર્કેટમાં ભીષ્મ આગ લાગવાની ઘટના બની હતી. કબાડી માર્કેટ હંમેશા લોકોની અવરજવરથી ભર્યું રહે છે. જોકે રાતના સમયે આગ લાગતા કોઇને જાનહાનિ થઇ ન હતી.
આગ લાગતા સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારે ગણતરીની મીનિટોમાં ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જોકે ભારે જહેમત બાદ રાત્રિના સમયે લાગેલ આગ શાંત કરવામાં સફળતા મળી હતી. આ ઉપરાંત આગના કારણે માર્કેટમાં ભારે નુકશાન થયાનું સૂત્રોએ જણાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.