રેલવે તંત્ર દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-નાગપુર પ્રેરણા એક્સપ્રેસ ટ્રેનને 11 એપ્રિલ 2022 થી અઠવાડિયામાં ત્રણ દિવસ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.અને જેની વિગતો નીચે મુજબ છે
ટ્રેન નંબર 22138 અમદાવાદ-નાગપુર પ્રેરણા એક્સપ્રેસ હવે 11 એપ્રિલ, 2022 થી, અમદાવાદથી અઠવાડિયામાં ત્રણ દિવસ ગુરુવાર, રવિવાર અને સોમવારે ચાલશે અને 10 એપ્રિલ, 2022 થી નાગપુરથી અઠવાડિયામાં ત્રણ દિવસ બુધવાર, શનિવાર અને રવિવારે વર્તમાન સમય અને વિરામ સાથે ચાલશે.
ટ્રેન નંબર 22138 ની વિસ્તૃત ફેરાની બુકીંગ 13 માર્ચ, 2022 થી મુસાફર આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસી ની વેબસાઈટ પર શરૂ થશે.અને ટ્રેનના સંચાલન સમય, વિરામ અને માળખા સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો
www.enquiry.indianrail.gov.in પર જઈને મુલાકાત લઇ શકે છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 સંબંધિત તમામ ધોરણો અને SOP નું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.