બેન્ડ 25 જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેમનો અત્યાર સુધીનો સૌથી મોટો શો કરશે. ટિકિટ 16 નવેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે IST પર વેચાણ માટે ઉપલબ્ધ થશે. DHL દ્વારા ડિલિવર કરવામાં આવશે.”
બ્રિટિશ રૉક બેન્ડ કોલ્ડપ્લે એ તેમના “મ્યૂઝિક ઑફ ધ સ્ફીયર્સ વર્લ્ડ ટૂર”ના ભાગરૂપે ગુજરાતના અમદાવાદમાં તેમના ચોથી કોન્સર્ટની તારીખ જાહેર કરી છે. બેન્ડમાં મુખ્ય ગાયક ક્રિસ માર્ટિન, ગિટારિસ્ટ જૉની બકલેન્ડ, બેસિસ્ટ ગાય બેરિમેન અને ડ્રમર વિલ ચેમ્પિયન સામેલ છે, જે 25 જાન્યુઆરી 2025ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રદર્શન કરશે. શોની ટિકિટ 16 નવેમ્બર 2024ના રોજ BookMyShow પર લાઇવ થશે.
25 જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે શો
તારીખની જાહેરાત કરતાં, કોલ્ડપ્લેના આધિકારીક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટે એક શાનદાર વિડીયો સાથે કૅપ્શન શેર કર્યું હતું, જેમાં લખાયું હતું, “2025 અમદાવાદની તારીખની જાહેરાત. બેન્ડ 25 જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેમનો અત્યાર સુધીનો સૌથી મોટો શો કરશે. ટિકિટ 16 નવેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે IST પર વેચાણ માટે ઉપલબ્ધ થશે. DHL દ્વારા ડિલિવર કરવામાં આવશે.”
સપ્ટેમ્બરમાં કોલ્ડપ્લેનો સોશિયલ મીડિયામાં પોતાનો દબદબો જોવા મળ્યો જ્યારે મુંબઈમાં તેની ત્રણેય શોની ટિકિટ વેચાઈ ગઈ હતી. બેન્ડ 18, 19 અને 21 જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્રના નવી મુંબઈમાં DY પાટીલ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં શો કરશે.
ઓનલાઇન ટિકીટ
- સોશિયલ મીડિયા પર જબરજસ્ત ક્રેઝ પછી , BookMyShow અને BookMyShowLiveના આધિકારીક હેન્ડલોએ એક નિવેદન બહાર પાડીને કોન્સર્ટમાં જવા ઇચ્છુક લોકોને અનાધિકૃત ટિકિટિંગ પ્લેટફોર્મ પર ઓનલાઇન ટિકિટ ગોટાળાઓ વિશે ચેતવણી આપી.
ટિકીટ ગોટાળામાં ન ફસાવવા અપીલ
પોસ્ટમાં લખાયું હતું, “ટિકિટ ગોટાળાથી પોતાને બચાવો! ભારતમાં કોલ્ડપ્લેના ‘મ્યૂઝિક ઑફ ધ સ્ફીયર્સ વર્લ્ડ ટૂર 2025’ માટે નકલી ટિકિટ વેચતા અનાધિકૃત પ્લેટફોર્મના જાંસામાં ન આવો! અમારી જાણમાં આવ્યું છે કે અનાધિકૃત પ્લેટફોર્મ ભારતમાં કોલ્ડપ્લેના ‘મ્યૂઝિક ઑફ ધ સ્ફીયર્સ વર્લ્ડ ટૂર 2025’ માટે અધિકારીક વેચાણ પહેલાં અને પછી ટિકિટ લિસ્ટ કરી રહ્યા છે. આ ટિકિટ અમાન્ય છે.”
ટીકિટનો ભાવ
જ્યારે કોલ્ડપ્લેના કોન્સર્ટની જાહેરાત થઈ ત્યારે ટિકિટોની કિંમત 2,000થી 35,000 રૂપિયા સુધી રાખી ગઈ હતી. પરંતુ તરત પછી, વિઆગોગો નામના એક રીસેલ પ્લેટફોર્મે આ ટિકિટોનો ભાવ આસમાને પહોંચાડી દીધો. 12,500 રૂપિયાની એક ટિકિટ લગભગ 3.50 લાખ રૂપિયામાં વેચવામાં આવતી હતી. જોકે, બૅન્ડે ટિકિટ વેચનાર પ્લેટફોર્મથી અપીલ કરી છે કે આ કિંમતો એટલી વધારવામાં ન આવે કે તેમના ફેન્સ તે ખરીદી શકતા ન હોય. પરંતુ જે પ્રમાણે તેનો ક્રેઝ છે તેને જોતા કોઇ નફો છોડવા તૈયાર નથી.
કેટલી ફી લે છે ?
કોલ્ડપ્લે બૅન્ડ પોતાના એક કોન્સર્ટ માટે લગભગ 20 થી 50 કરોડ રૂપિયા ફી લે છે. કોલ્ડપ્લે ભારતમાં પહેલીવાર પરફોર્મ કરી રહ્યાં નથી. આથી આઠ વર્ષ પહેલા 2016 માં કોલ્ડપ્લે એ મુંબઈમાં પરફોર્મ કર્યું હતું. ક્રિસ માર્ટિન અને કોલ્ડપ્લેના બાકીના સભ્યોએ ઘણી વખત ભારત માટે પોતાની લાગણી સોશ્યલ મિડિયા એકાઉન્ટ પર વ્યક્ત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.