Ahmedabad News: ‘મારા અંતિમ સંસ્કાર મારો પ્રેમી કરે’… ક્રાઈમ બ્રાન્ચમાં જ અમદાવાદના PIની પ્રેમિકાનો આપઘાત

EOWમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટર બી.કે. ખાચર અને આ મહિલા તબીબ વૈશાલી જોષી વચ્ચે પ્રેમસંબંધ હતો…મૃતક પાસેથી સુસાઈડ નોટ અને એક ડાયરી પણ મળી આવી છે. સુસાઈડ નોટમાં લખ્યું કે, મારી સાથે ઈમોશનલ ગેમ રમાઈ છે. હું જે પગલાં ભરવા જઇ રહી છું તેના માટે બી.કે. ખાચર જવાબદાર છે.

અમદાવાદ: ક્રાઈમ બ્રાંચના પ્રાંગણમાં એક મહિલા તબીબે આપઘાત કર્યાના કેસમાં મોટો ખુલાસો થયો છે. EOWમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટર બી.કે. ખાચર અને આ મહિલા તબીબ વૈશાલી જોષી વચ્ચે પ્રેમસંબંધ હતો…મૃતક પાસેથી સુસાઈડ નોટ અને એક ડાયરી પણ મળી આવી છે. સુસાઈડ નોટમાં લખ્યું કે, મારી સાથે ઈમોશનલ ગેમ રમાઈ છે. હું જે પગલાં ભરવા જઇ રહી છું તેના માટે બી.કે. ખાચર જવાબદાર છે.. મારા મૃત્યુ પછી અંતિમવિધિ બી.કે. ખાચર જ કરે તેવી મારી ઈચ્છા છે. મૃતક અને પીઆઈ ખાચર છેલ્લા 4થી 5 વર્ષથી એકબીજાના પ્રેમ સબંધમાં હતા. બંને વચ્ચે કોઈ બાબતને પગલે અણબનાવ બનતા મહિલા તબીબે આપઘાત કર્યો છે. મૃતક શિવરંજની ખાતે પીજીમાં રહેતા હતા અને ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. ડો.વૈશાલી જોશી મૂળ મહિસાગર જિલ્લાના વીરપુર પાસેના ડેભારીની રહેવાસી હતી. પોલીસે સુસાઈડ નોટ કબજે કરીને તપાસ હાથ ધરી છે.અમદાવાદમાં બનેલી એક ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધાં છે. સૌથી વધારે પોલીસ ચોંકી ઉઠી છે. કારણ કે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ કે જ્યાં ખુંખાર આરોપીઓને પકડીને લાવવામાં આવે છે, જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવે છે. જ્યાં એકથી એક બાહોશ પોલીસ અધિકારીઓ હાજર હોય છે. અમદાવાદના એ ક્રાઈમ બ્રાંચના કેમ્પસમાંથી મળી આવી છે એક 32 વર્ષિય મહિલા તબીબની લાશ.

32 વર્ષિય મહિલા તબીબની આત્મહત્યા
ક્રાઇમબ્રાંચના કેમ્પસમાં જ એક ૩૨ વર્ષીય મહિલા તબીબે પગમાં ઈન્જેક્શન મારીને આત્મહત્યા કરી લીધાની ચોંકાવનારી ઘટના બની છે. મહિલા તબીબ ઈકોનોમીક્સ ઓફેન્સ વીંગમાં કોઈ રજૂઆત કરવા માટે આવ્યા હતા. જો કે તેને ધમકાવીને બહાર કાઢી મુકતા તેણે હતાશ થઈને અંતિમ પગલું ભર્યું હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જોકે, આ મામલમાં પ્રેમ પ્રકરણ ખુલ્યું છે.

શિવરંજની પાસે પીજીમાં રહેતી હતી યુવતી
ક્રાઈમબ્રાંચમાં આવેલા વસંત રજબ સ્મારક પાસેના બાકડા પર બુધવારે મોડી સાંજે એક મહિલા બેભાન હાલતમાં જોવા મળી હતી. જેથી પોલીસના સ્ટાફે તપાસ કરતા તેની પાસે ઈન્જેક્શન મળી આવતા કઈક શંકાસ્પદ જણાઇ આવ્યું હતું. જેથી તાત્કાલિક ૧૦૮ના સ્ટાફને જાણ કરીને તપાસ કરવામાં આવતા મહિલા મૃત હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ કરતા મૃતક મહિલાનું નામ ડૉ. વૈશાલી જોષી હોવાનું ખુલ્યું હતું. જે શીવરંજની પાસે પીજીમાં રહેતી હતી અને મુળ બાલાસિનોર પાસેના વિરપુર ગામની વતની હતી.

પોતે જ પોતાના પગ પર ઈંજેક્શન મારી લીધું 
વધુ તપાસમાં વિગતો ખુલી હતી કે મહિલા ઈકોનોમીક્સ ઓફેન્સ વિંગમાં અનેકવાર કોઈ રજૂઆત માટે આવતા હતા. પરંતુ. તેમની વાતને ધ્યાનમાં લેવામાં આવતી નહોતી. બુધવારે તે ક્રાઈમબ્રાંચ આવ્યા હતા. પરંતુ, પોલીસે તેમને ધમકાવીને કાઢી મુકતા તે હતાશ થઈને ક્રાઈમબ્રાંચના કેમ્પસમાં આવેલા બાંકડા પર બેઠા હતા અને આત્મહત્યા કરી હતી. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે તપાસ શરૂ કરી છે. EOWમાં રજૂઆત માટે અનેક ધક્કા ખાધા હતા. જેઓને પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ધમકાવીને કાઢી મુકાયાની ચર્ચાએ જોર પકડ્યું છે. આર્થિક ગુના નિવારણ શાખામાં ફરજ બજાવતા પીઆઈ તેમજ મૃતક વચ્ચે પ્રેમ સબંધ હોવાનું જાણવા મળી રહ્યું છે. વૈશાલીબેનની મુલાકાત અને આપઘાત બાબતને લઈ પોલીસ દ્વારા મૌન સેવવામાં આવી રહ્યું છે. પોસ્ટમોર્ટમ બાદ આપઘાતનું સાચુ કારણ જાણવા મળી શકે છે. ત્યારે હાલ તો ગાયકવાડ હવેલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.