અમદાવાદ પોલીસ વાહનની સ્પીડ અને સાથે-સાથે લોકોની વાત પણ રેકોર્ડ કરી શકશે જાણો નવા ઇન્ટરસેપતર વસાવ્યા છે?

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તો ઘણી વખત ઓવર સ્પીડના કારણે પણ અકસ્માતની ઘટના બની હોય તેવા કિસ્સા સામે આવ્યા છે અને આવી ઘટનામાં લોકોના મોત થયા હોવાનું પણ સામે આવે છે. ત્યારે વાહન ચાલકો પર નજર રાખવા માટે અમદાવાદ પોલીસ દ્વારા 4 ઇન્ટરસેપ્ટર વાહનો વસાવવામાં આવ્યા છે.

ઓવર સ્પીડના કારણે થતા અકસ્માતોની ઘટનાને અટકાવવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અલગ-અલગ વાહનોની અલગ-અલગ સ્પીડ પણ નક્કી કરવામાં આવી હતી. જેમાં શહેરમાં કાર માટે 60ની સ્પીડ, ટુ-વ્હીલર માટે 50 અને હેવી વ્હીકલ માટે 40ની સ્પીડ નક્કી કરવામાં આવી છે. તો પોલીસે જે ઇન્ટરસેપ્ટર વાહનો વસાવ્યા છે તેની મદદથી હવે પોલીસ વાહનની 2 કિલોમીટર દૂરથી પણ તેની સ્પીડ કરી શકશે. તો બીજી તરફ પોલીસ દ્વારા જે વાહનો વસાવવામાં આવ્યા છે તેની ઉપર કેમેરા મુકવામાં આવ્યા છે એટલે પોલીસ આ કેમેરાથી રસ્તા પર સર્વેલન્સ કરી શકશે. તો બીજી તરફ આ વાહનમાં એક એવી ખાસ પ્રકારની સુવિધા છે જેનાથી પોલીસ લોકોને વાતચીતનું પણ રેકોર્ડિંગ કરી શકશે. આ ઇન્ટરસેપ્ટર વાહન અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જરૂરિયાત અનુસાર આપવામાં આવશે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના ધ્યાન પર એવું આવ્યું છે કે, અમદાવાદના સિંધુભવન રોડ, SP રિંગરોડ, એસ.જી.રોડ અને યુનિવર્સિટી રોડ પર લોકો ઓવટ સ્પીડથી વાહન ચલાવતા હોય છે. અમદાવાદ પોલીસ દ્વારા જે 4 ઇન્ટરસેપ્ટર વાહનો વસાવવામાં આવ્યા છે તેના આધારે પોલીસે હાઇ-વે પર પેટ્રોલિંગ કરવા માટે એક વાન તૈયાર કરશે.

આ હાઇ-વે પેટ્રોલિંગ વાનની અંદર બારણું ખોલવા માટેના સાધનો, સ્ટ્રેચર, કટર અને ફસ્ટ એઇડની સુવિધા સહિતની અલગ-અલગ 14 વસ્તુઓ રાખવામાં આવશે. જેથી હાઇ-વે પર જો કોઈ અકસ્માતની ઘટના બને તો ઝડપથી લોકોનું રેસ્કયુ કરી શકાય અને ઈજાગ્રસ્ત વ્યક્તિનો જીવ બચાવી શકાય. એટલે હવે અમદાવાદ પોલીસ લોકોની સુરક્ષા માટે વધુ સજ્જ બની છે તેવું કહી શકાય. પોલીસે જે ઇન્ટરસેપ્ટર વાહનો વસાવ્યા છે. તેમાં મેટલ ડિટેક્ટર, બ્રિથ એનેલાઇઝર સહિતની વસ્તુઓ પણ રાખવામાં આવી છે. તેથી કોઈ વ્યક્તિ નશો કરીને પણ વાહન ચલાવતા હોય તો તેની સામે કાર્યવાહી કરી શકાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.