પાંચેય આરોપીઓને અમદાવાદ શહેર પોલીસને હવાલે કરાયા છે. અગાઉ આ કેસની તપાસ ગાંધીનગર એસઓજી દ્વારા કરવામાં આવી રહી હતી. ગુજરાત ATS દ્વારા 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
News Detail
પાંચેય આરોપીઓને અમદાવાદ શહેર પોલીસને હવાલે કરાયા છે. અગાઉ આ કેસની તપાસ ગાંધીનગર એસઓજી દ્વારા કરવામાં આવી રહી હતી. ગુજરાત ATS દ્વારા 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ખોટા બદનક્ષીના કેસની ફરિયાદ અમદાવાદ પોલીસને ટ્રાન્સફર કરતા શહેર પોલીસ તપાસ કરશે.
નિવૃત આઈપીએસને બદનામ કરવાનું ષડયંત્ર કરવાનો મામલો સામે આવ્યો છે. મહિલા પર દુષ્કર્મનો ખોટો આરોપ મુકી એફીડેવિટ વાયરલ કરવા મામલે બે કથિત પત્રકાર અને ભાજપ નેતા સહીત 5ની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રકારની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. જેની સ્પષ્ટતા એટીએસ દ્વારા પ્રેસ મીડિયા સમક્ષ કરવામાં આવી હતી. એક મહિલાના સહારે તોડ કરવાનું ષડયંત્ર સામે આવ્યું હતું. મહિલા સાથે દુષ્કર્મ કર્યાનું ખોટું સોગંદનામું કરાયું હતું, બે ઉચ્ચ અધિકારીઓને ફસાવવાનું આ કાવતરું રચાયું હતું. એફીડેવિટમાં પણ છેડછાડ કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આરોપીઓ સામે ખંડણી સહીતના ગુનાઓ ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે જીકે પ્રજાપતિ, હરેશ જાદવ, મહેન્દ્ર પરમાર, આશુતોષ પંડ્યા અને કાર્તિક જાની આ બધાને ડીટેઈન કરાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.