અમદાવાદ ગ્રામ્ય વિવેકાનંદનગર પો.સ્ટે વિસ્તારના ઘરફોડ ચોરીના ગુનામા નાસતા ફરતા આરોપી ઝડપાયો

વિધાનસભા ચુંટણીની આદર્શ આચાર સંહિતાની અમલવાળી સંદર્ભે દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ ગ્રામ્ય વિવેકાનંદનગર પો.સ્ટે વિસ્તારના ઘરફોડ ચોરીના ગુના નાસતા ફરતા આરોપી ઝડપી પડ્યો

News Detail

વિધાનસભા ચુંટણીની આદર્શ આચાર સંહિતાની અમલવાળી સંદર્ભે નાયબ પોલીસ મહાનિરીક્ષક  ચરણ કોરડીયા  રેન્જ, ગોધરા  એ  સુચના હેઠળ   પોલીસ અધિક્ષક  બલરામ મીણા  એ દાહોદ એલસીબી ને સચેત કરી હતી પોલીસ અધિક્ષક  બલરામ મીણા  એ જીલ્લા તથા જિલ્લા બહાર લૂંટ, ધાડ તેમજ ઘરફોડ ચોરી, શરીર સબંધી ગંભીર પ્રકારના ગુનાઓમા તેમજ પ્રોહીબિશન તથા અન્ય ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરી ઝડપી પાડવા સારુ એલ.સી.બી.ટીમને જરૂરી સુચના  માર્ગદર્શન કરતા જે અનુસંધાને એલ.સી.બી.ની ટીમ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરીમા કાર્યરત હતી.દાહોદ એલસીબી એ પોતાના ખાનગી બાતમી દારોને સચેત કર્યા હતા  તે દરમ્યાન એલ.સી.બી., પો.ઇન્સ.  એમ.કે.ખાંટ નાઓની સુચના મુજબ પો.સ.ઇ.  એમ.એફ.ડામોર તથા પો.સ.ઇ.  આર.બી.ઝાલા તથા એલ.સી.બી. સ્ટાફની ટીમ દાહોદ ડિવીજન વિસ્તારમા કાર્યરત હતા તે દરમ્યાન બાતમી હકિક્ત આધારે અમદાવાદ ગ્રામ્ય વિવેકાનંદનગર પો.સ્ટે.પાર્ટ.એ.ગુ.ર.નં.૧૧૧૯૨૦૬૩૨૧૦૭૬૯/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૪૫૭, ૩૮૦ મુજબના ગુનામા નાસતો ફરતો આરોપી શનીયાભાઇ વાલસીંગભાઇ માવી રહે.આમલી ખજરુીયા ખાડા ફળીયું તા.ગરબાડા જી.દાહોદને તેના ઘરે હોવાની ખાનગી બાતમી મળતા દાહોદ એલસીબી એ  વ્યુહાત્મક રીતે આયોજનબધ્ધ વોચ ગોઠવી ઝડપી પાડી હસ્તગત કરી , કાયદેસરની કાર્યવાહી કરવા સારુ અમદાવાદ ગ્રામ્ય વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન સોંપવા તજવીજ ધરી  છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.