અમદાવાદ સીરિયલ બ્લાસ્ટના આતંકીઓનું કનેક્શન સમાજવાદી પાર્ટી સાથે છે જાણો ક્યા નેતાએ કર્યો આક્ષેપ???

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અમદાવાદમાં વર્ષ 2008મા થયેલી આતંકી ઘટનાઓને લઈને કોર્ટનો નિર્ણય આવ્યા બાદ સમાજવાદી પાર્ટી (SP) પર નિશાનો સાધ્યો છે અને તેમણે કહ્યું કે સીરિયલ બ્લાસ્ટ થયા હતા તો ડઝનો લોકો માર્યા ગયા હતા. એ સીરિયલ બ્લાસ્ટમાં સામેલ કેટલાક આતંકવાદીઓનો સંબંધ આજમગઢ સાથે હતો અને કેટલાક આતંકવાદીઓને ફાંસી, તો કેટલાકને આજીવન કેદની સજા થઈ છે. જેમને સજા થઈ છે તેમનો સંબંધ સમાજવાદી પાર્ટી સાથે છે. સમાજવાદી પાર્ટી નહીં દંગાવાદી પાર્ટી છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે તેમનું નામ સમાજવાદી, કામ દંગાવાદી અને વિચાર માત્ર પોતાના પરિવાર સુધી સીમિત છે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે સાંજે મધ્ય વિધાનસભા વિસ્તારમાં બાલૂ અડ્ડેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર રજનીશ ગુપ્તાના સમર્થનમાં જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે જનસભાને સંબોધિત કરતા કહ્યું કે વિકાસના વિચાર ન હોવાના કારણે આખા રાજ્યને અરાજકતાના ભઠ્ઠામાં નાખવામાં આવ્યું. તેની કિંમત લાંબા સમય સુધી ચૂકવી છે.

આજે તમે જોઈ શકો છો કે 5 વર્ષમાં ઉત્તર પ્રદેશની અંદર કોઈ દંગા થયા નથી, દંગાકારીઓને ખબર છે કે દંગા કરીશું તો આગામી દિવસે તેમના પોસ્ટર ચોક પર છપાશે અને ત્રીજા દિવસે ઘરે નોટિસ પહોંચી જશે. 5 વર્ષમાં રાજ્યમાં કોઈ આતંકી ઘટના થઈ નથી કેમ કે આતંકવાદીઓને ખબર છે કે જો કોઈએ આતંકી ઘટનાને અંજામ આપ્યો તો માત્ર આતંકવાદી જ નહીં તેના માસ્ટરમાઈન્ડનું શું થશે એ વિચારીને ભારત વિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલા લોકોની રુવાંટી ઊભી થઈ જાય છે.

વર્ષ 2017 પહેલા રાજ્યને જાતિના નામ પર, ક્ષેત્ર, મત, ધર્મના આધાર પર અહીંના સામાજિક તાણા વાણાને એટલા છિન્ન ભિન્ન કરી દેવામાં આવ્યા હતા કે દરેક ત્રીજા દિવસે એક દંગા થતા હતા. મહિનાઓ સુધી કર્ફ્યૂ લાગેલું રહેતું હતું. બજારોમાં બોમ્બ ધડાકા થતા હતા. ગુંડાગર્દીનું નગ્ન તાંડવ થતું હતું. પહેલા ગરીબોના પૈસા અત્તરવાળા મિત્રના ઘરે પહોંચી જતા હતા અને કલ્યાણકારી યોજનાઓની વહેચણી થઈ જતી હતી અને પહેલા મહોત્સવના નામ પર અભદ્ર મજાક થતી હતી. આજે દીપોત્સવ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.