અમદાવાદ: ભરબપોરે આકરી ગરમીમાં ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભા રહેવું ન પડે તે માટે રાહતનો નિર્ણય

ગુજરાતમાં બપોરના સમયે અંગ દઝાડતી ગરમી પડી રહી છે. અમદાવાદમાં પણ અસહ્ય ગરમી અનુભવાઈ રહી છે. ત્યારે અમદાવામાં વાહનચાલકોને ભર બપોરે આકરી ગરમીમાં ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભા રહેવું ન પડે તે માટે ટ્રાફિક પોલીસે રાહતનો નિર્ણય લીધો છે.

અમદાવાદ: હાલ ગુજરાતમાં બપોરના સમયે અંગ દઝાડતી ગરમી પડી રહી છે. અમદાવાદમાં પણ અસહ્ય ગરમી અનુભવાઈ રહી છે. ત્યારે અમદાવામાં વાહનચાલકોને ભર બપોરે આકરી ગરમીમાં ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભા રહેવું ન પડે તે માટે ટ્રાફિક પોલીસે રાહતનો નિર્ણય લીધો છે. શહેરમાં બપોરે 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી 100 જેટલા ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવામાં આવશે, તો વધારે ટ્રાફિકવાળા કેટલાક સિગ્નલની ચેઈનનો સમય 50 ટકા સુધી ઓછો કરી દેવાશે. ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકો માટે ડી હાઇડ્રેશનના પેકેટ પણ આપવામાં આવ્યા, જેથી આ કાળઝાળ ગરમીથી રક્ષણ આપી શકાય.

અમદાવાદમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થતા અસહ્ય ગરમી વચ્ચે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલક માટે રાહતનો નિર્ણય લીધો છે. ગરમીમાં વાહનચાલકોને ભર બપોરે ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભા રહેવું ન પડે છે જેમાં લુ લાગવાના અને ડીહાઈદ્રેશન થઈ જવાની ઘટના બનતી હોય છે. જેથી ટ્રાફિક વિભાગે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. બપોરે 12 વાગેથી 4 વાગ્યા સુધી 100 જેટલા ટ્રાફિક સિગ્નલ બંધ એટલે કે બ્લીન્કર કરી દેવાશે. જ્યારે વધારે ટ્રાફિકવાળા કેટલાક સિગ્નલની ચેઈનનો સમય 50 ટકા સુધી ઓછો કરી દેવાશે.

જ્યારે બીજી બાજુ અસહ્ય ગરમીના કારણે ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકો માટે ડી હાઇડ્રેશનના પેકેટ પણ આપવામાં આવ્યા. જેથી આ કાળઝાળ ગરમીથી રક્ષણ આપી શકાય. ગરમીમાં વાહન ચાલકોને બપોરના સમયમાં ઓનલાઈન મેમોમાં પણ રાહત મળશે. જોકે, આ સિગ્નલ પર ટ્રાફિક પોલીસ હાજર રહેશે અને જો ટ્રાફિકની સમસ્યા સર્જાશે મેન્યુઅલી ટ્રાફિક હળવો કરશે

.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.