ગણેશોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ વર્ષે સાર્વજનિક ગણેશોત્સવ માટે કેટલાક નિયમો પણ રાખવામાં આવ્યા છે. શહેરમાં બેનર અને હોર્ડિંગ્સ લગાવી માટીના ગણેશની ખરીદીના સ્થળને લઈ તંત્ર દ્વારા જાહેરાત કરવામા આવી રહી છે. પરંતુ ગુલબાઈ ટેકરા વિસ્તારના મુર્તિકારોને મુર્તિ બનાવવા માટેની પરવાનગી તંત્ર દ્વારા આપવામાં ન આવતા મૂર્તિકારોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈ આજે મુર્તિકારોએ મેયર બંગલાની બહાર માટીની મુર્તી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તેમને મુર્તિ બનાવવા માટે પરવાનગી આપવામાં આવે તેવી પણ માગણી કરી રહ્યા છે. દેખાવો કરી રહેલા મુર્તિકારો અને કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.