અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો! પ્રેમી સગીરાને મિત્રના ઘરે લઈ ગયો, શારીરિક સુખના વીડિયો ઉતારી દાગીના પડાવ્યા

અમદાવાદ: શહેરમાં ફરી એક વાર વર્ચ્યુલ પ્રેમ પ્રકરણ (love affair) સામે આવ્યું છે અને એક સગીરા નોકરીએ જતા એક યુવક સાથે સંપર્કમાં આવી અને સોશિયલ મીડિયા પર વાતચીત શરૂ કરી હતી. બાદમાં સગીરાની માતાને મારી નાખવાની ધમકી આપી પ્રેમી તેને મિત્રના ઘરે લઈ ગયો. જ્યાં તેની સાથે શારીરિક સંબંધો બાંધી તેને ઘરમાં લાગેલા સીસીટીવી રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી પૈસા અને દાગીના પડાવી લીધા હતા. પ્રેમીના ઘરવાળા સગીરાના ઘરે જઈ બબાલ કરતા મામલો પ્રકાશમાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે આનંદનગર માં પણ એક સગીરા પ્રેમી સાથે ભાગી ગઈ હતી જે સોશિયલ મીડિયા થકી પ્રેમીના સંપર્કમાં આવી હતી.અને ત્યારે આજના આ ટેકનોલોજી ના જમાના માં માતા પિતાએ ચેતવાની જરૂર ઉભી થઇ છે. સગીર સગીરનો સોશિયલ મીડિયા થકી એક બીજાના સંપર્ક માં આવે છે અને બાદમાં પ્રેમ કરી બેસે છે અને બાદમાં કોઈ અઘટિત ઘટના બનતા માતા પિતાને રોવાનો વારો આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.