ભારતીય વાયુસેના પૂર્વ પ્રમુખે સનસનાટીપૂર્ણ ખુલાસા કરી કોંગ્રેસને પોલ ખોલી નાખી હતી. તેમણે કહ્યું હતું કે, મુંબઈમાં થયેલા 26/11 આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન પર એર સ્ટ્રાઈકની યોજના બનાવી હતી પરંતુ તત્કાલીન સરકારે તેને મંજુરી આપી નહોતી.
પૂર્વ વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆએ કહ્યું હતું કે, 26/11 હુમલા બાદ એરફોર્સ સંપૂર્ણ રીતે સજ્જ હતી. પરંતુ તત્કાલીન સરકારે વાયુસેનાની ઓફરને ફગાવી દીધી હતી. 31 ડિસેમ્બર, 2016થી 30 સપ્ટેમ્બર, 2019 સુધી બીએસ ધનોઆ ભારતીય વાયુસેનાના પ્રમુખ હતા.
બીએસ ધનોઆએ કહ્યું હતું કે, 26/11ના હુમલા બાદ અમે જાણતા હતા કે, પાકિસ્તાનમાં આતંકી કેમ્પ ક્યાં ક્યાં આવેલા છે. અમે તેમને નેસ્તોનાબુદ કરવા માટે અમે તૈયાર હતાં. પરંતુ આ એક રાજકીય નિર્ણય હતો કે પાકિસ્તાન પર હુમલો કરવો કે કેમ. મુંબઈના એક શિક્ષણ સંસ્થાનમાં આયોજીત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે આમ કહ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.