નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા વધી રહી છે. અનેક માઠા સમાચાર વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ (એમ્સ)માં એક કોરોના પોઝિટિવ મહિલાએ શુક્રવારે રાત્રે તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો છે.
ખાસ વાત એ છે કે પતિ અને પત્ની બન્ને પોઝિટિવ આવ્યા હતા, પણ નવજાત બાળક તંદુરસ્ત છે. અલબત, સાવચેતીરૂપે માતા અને બાળકને અત્યારે ક્વોરેન્ટીન કરવામાં આવેલ છે.
દિલ્હીમાં કોરોના પોઝિટિવ દ્વારા એક તંદુરસ્ત બાળકને જન્મ આપવામાં આવ્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. ફિઝિયોલોજી વિભાગના આ રેસિડેન્ટ ડોક્ટર કેટલાક દિવસ અગાઉ કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડ્યુ હતું. કેટલાક કલાક બાદ તેમની ગર્ભવતી પત્નીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે અત્યાર સુંધીમાં 50થી વધું ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ કોરોના વાયરસથી ચેપગ્રસ્ત થઇ ચુક્યા છે, ગત ગુરૂવારે મળેલી માહિતી અનુંસાર AIIMSનાં ડોક્ટર દંપતિ કોરોના વાયરસથી ચેપગ્રસ્ત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.