– લાંબા સમયથી અમારી માગણીએા ઊભી છે, નર્સ કહે છે
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સીઝ (AIIMS)માં કામ કરતી નર્સના યુનિયને બેમુદત હડતાળ પર જવાની ચેતણી ઉચ્ચારી હતી. AIIMSના ડાયરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ તેમને એવી વિનંતી કરી હતી કે અત્યારે કોરોના કાળમાં આવું પગલું ન લો તો સારું.
નર્સ યુનિયને કહ્યું હતું કે લાંબા સમયથી અમારી માગણીઓ ઊભી છે. એની તરફ AIIMSના સંચાલકોએે ધ્યાન આપ્યું નથી. અમારી માગણીઓ સ્વીકારો અથવા કમ સે કમ અનુકૂળ જવાબ આપો. આ યુનિયન આજથી હડતાળ પર જવાનું છે. આ લોકોની માગણીમાં છઠ્ઠા વેતન પંચની ભલામણોનો અમલ કરવાની પણ એક માગણી હતી.
ડૉક્ટર ગુલેરિયાએ કહ્યું હતું કે હવે જ્યારે કોરોનાની રસી આવવાનો સમય પાકી ગયો છે ત્યારેજ નર્સ યુનિયન હડતાળ પર ઊતર્યું છે એ હકીકત કમનસીબ છે. હું નર્સ યુનિયનને અપીલ કરું છું કે કામ પર પાછાં ફરો અને લોકોને કોરોના મહામારીમાં ઊગારવાના કાર્યમાં અમને સહકાર આપો.
તેમણે કહ્યું કે નર્સ યુનિયને અમારી સમક્ષ 23 માગણી મૂકી હતી. એ દરેક વિશે અમે એમને યોગ્ય આશ્વાસન આપ્યું હતું. આમ છતાં આવા કોરોના કાળમાં એ લોકોએ બેમુદત હડતાળ પર ઊતરવાનો નિર્ણય કર્યો એ ખરેખર કમનસીબ ઘટના છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.