દિલ્હીમાં સ્થિત AIIMS ના ઈમરજન્સી વોર્ડમાં સોમવારે સવારે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દરમિયાન ઈમરજન્સી વોર્ડની અંદર હાજર દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.
આગને લઈને દિલ્હી ફાયર વિભાગે જણાવ્યું કે એમ્સમાં આજે સવારે 5 વાગે આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આ ઘટનામાં કોઈને પણ નુકસાન થયાના સમાચાર નથી.
એમ્સના કન્વર્જેસ બિલ્ડિંગમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની અનેક ગાડિયો સ્થળ પર મોકલવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની કુલ 20 ગાડીઓ સ્થળ પર રવાના કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.