AIMIMનાં અધ્યક્ષ ઓવૈસી અમદાવાદમાં. સાબરમતી જેલમાં અતિક અહમદ સાથે ચર્ચાનો કાયઁક્રમ રદ..

ઓલ ઈન્ડિયા મજલીસ એ ઈત્તેહાદ ઉલ મુસ્લિમીનનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અસુદુદ્દીન ઓવૈસી અમદાવાદની મુલાકાતે છે. ઓવૈસી અમદાવાદ સાબરમતી જેલમાં બંધ યુપીનાં પૂવઁ સાંસદ અતિક અહેમદને મળવાના હતાં. પરંતુ તેમનો હાલ આ કાયઁક્રમ રદ્દ કરવામાં આવ્યો છે.

પરંતુ અસદુદ્દીનને મળવાની પરવાનગી ના મળતાં તેઓને સાબરમતી જેલ જવાનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો હતો. ગુજરાતનાં AIMIMનાં અધ્યક્ષ કાબલીવાલાએ ૪ દિવસ પહેલાં અતિક અહમથ સાથે મુલાકાત કરી છે.

https://www.youtube.com/watch?v=iJBy0t5009Y

યુપીના બાહુબલી નેતાઓને AIMIM ચૂંટણીમાં ઉતારી શકે છે. જો કે, AIMIM ના અધ્યક્ષ અને સાંસદ ઓવૈસી આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છે. અસદુદ્દીન ઓવૈસી સાંજે ટાગોર હોલમાં AIMIM ના પદાધિકારીઓ અને કાર્યકરોને સંબોધન પણ કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.