એઈમ્સના રેડિએશન એન્કોલોજી ડિપાર્ટમેન્ટે એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં કોરોનાના દર્દીઓની સારવાર રેડિએશન થેરેપીથી થશે. આમાં સફળતા મળશે તો તેનો બહોળો પ્રયોગ કરાશે.
એઈમ્સના રેડિએશન એન્કોલોજી વિભાગે એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. એ અંતર્ગત કોરોનાની સારવાર માટે રેડિએશન થેરેપીનો પ્રયોગ કરાશે. તેનાથી કોરોનાના દર્દીઓને રાહત મળશે.
સામાન્ય રીતે કેન્સરની સારવાર માટે રેડિએશન થેરેપીનો હાઈ-ડોઝ અપાતો હોય છે. કોરોનાની સારવાર માટે એટલો હાઈ-ડોઝ નહીં અપાય એવું ડોક્ટરોએ કહ્યું હતું. કોરોનાની સારવારમાં લો-ડોઝ અપાશે.
વિભાગના વડા ડો. ડી. એન. શર્માએ જણાવ્યું હતું કે વેન્ટિલેટરમાં રખાયેલા અને ખૂબ જ ગંભીર કન્ટિશનમાં રહેલા બે દર્દીઓને રેડિએશન થેરેપીનો ડોઝ અપાયો હતો. બંને દર્દીની વય ૫૦ કરતા વધુ હતી. તેમને રેડિએશન થેરેપીની સારી અસર જોવા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.