એરફોર્સ સ્ટેશનમાં થયો હતો બ્લાસ્ટ,કોઈ જાનહાની થયાના સમાચાર નથી

જમ્મુ-કાશ્મીર એરપોર્ટમાં એરફોર્સ સ્ટેશનમાં બ્લાસ્ટ થયો હતો. શંકાસ્પદ રીતે થયેલા આ બ્લાસ્ટ બાદ એન્ટી બોમ્બ સ્ક્વોર્ડની ટીમ તથા ફોરેન્સિકની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસની ટીમ પણ એર પોર્ટ પર પહોંચી ગઈ હતી. મોડી રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ બ્લાસ્ટ થયો હતો.

આ દરમિયાન જમ્મુના ત્રિપુટા નગર પોલીસ સ્ટેશનમાં વેવ મોલ પાસેથી એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યાનુંસાર આતંકવાદી પાસેથી 5 કિલો આઈઈડી મળ્યો હતો. જો કે એ સ્પષ્ટ નથી કે આ આતંકવાદીને જમ્મુ એરપોર્ટવાળા ઘટના સ્થળ સાથે કોઈ સંબંધ છે કે નહીં.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.