ચીન સાથે લદ્દાખ મોરચે વધી ગયેલા તનાવ બાદ દેશમાં ચીની ઉત્પાદનનો બહિષ્કાર કરવાની ઝુંબેશ જોર પકડી રહી છે.
આ બધાની વચ્ચે સરકારે અચાનક જ પોતાની પોલિસીમાં કરેલા ફેરફાર બાદ ચીનમાંથી આયાત કરવામાં આવેલા કન્સાઈનમેન્ટનો મુંબઈ એરપોર્ટ સહિતના એરપોર્ટ અને બંદરો પર ભરાવો થઈ રહ્યો છે.
લદ્દાખ મોરચે ચીન સાથે થયેલા સંઘર્ષમાં ભારતના 20 જવાનો શહીદ થયા તે પહેલા ચીનના સામાનનુ ઓટોમેટિક સાધનો વડે સ્કેનિંગ કરવામાં આવતુ હતુ.જોકે એ પછી ચીનથી જેટલો પણ માલ આયાત કરવામાં આવ્યો છે તે રિલિઝ કરવામાં આવ્યો નથી.પહેલા 70 ટકા સામાનની ઓટોમેટિક સ્કેનિંગ થતુ હતુ પણ હવે ચીનથી આવનારા તમામ સામાનને 100 ટકા મેન્યુઅલી ચેક કરવામાં આવી રહ્યો છે.જેના કારણે ક્લિયરન્સમાં સમય લાગી રહ્યો છે.
જોકે બદલાયેલી નીતિથી સરવાળે તો ભારતના જ વેપારીઓ હેરાન થઈ રહ્યા છે.ઉદ્યોગો માટે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે.ડિલિવરી મળવામાં વિલંબ થઈ રહ્યો હોવાથી કેટલાક અંશે પ્રોડ્કશન પણ પ્રભાવિત થઈ રહ્યુ છે.વેપારીઓનુ કહેવુ છે કે, અચાનક જ આ ફેરફાર કરાયો છે.જેની અમને પણ કોઈ જાણકારી નથી.
આ મુદ્દે ફિક્કી અને ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક એસોસિએશને સરકારને પત્ર પણ લખ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.