અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે સતત બીજા દિવસે ૩૫થી વધુ ફ્લાઇટ કેન્સલ રહી હતી. આમ, કોરોનાને લીધે છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ એરપોર્ટમાં ફ્લાઇટની મૂવમેન્ટ ૧૫% જ્યારે મુસાફરોની અવર-જવર ૪૦% સુધી ઘટી ગઇ છે.
અમદાવાદ એરપોર્ટ ખાતે અવર-જવર કરતી જે ફ્લાઇટ આજે કેન્સલ કરવામાં આવી તેમાં લંડન, શારજાહ, દુબઇ, મુંબઇ, દિલ્હી, વારાણસી, પૂણે, હૈદરાબાદ, ઇન્દોર રૂટનો મુખ્યત્વે સમાવેશ થાય છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ એરપોર્ટમાં સામાન્ય દિવસોમાં ૨૬૦ ફ્લાઇટની અવર-જવર નોંધાતી હોય છે. પરંતુ છેલ્લા ૩ દિવસથી ૩૫થી વધુ ફ્લાઇટ કેન્સલ થતાં ફ્લાઇટ મૂવમેન્ટમાં ૧૫%નો ઘટાડો થયો છે. આ ઉપરાંત મોટાભાગના લોકો હવે ખૂબ જ અગત્યનું કામ હોય તો જ મુસાફરી કરી રહ્યા છે.
અમદાવાદ એરપોર્ટમાં સામાન્ય રીતે ૩૫૨૭૫ મુસાફરો દરરોજ અવર-જવર કરે છે. પરંતુ હાલમાં આ મુસાફરોની સંખ્યા ઘટીને ૨૦ હજારની આસપાસ થઇ ગઇ છે. હવે અમદાવાદમાં પણ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા મુસાફરોની અવર-જવરમાં હજુ ઘટાડો થઇ શકે છે તેમ મનાઇ રહયુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.