ખાનગી ક્ષેત્રની એરલાઈન્સ ઈન્ડિગોએ carterPorter નામની કંપનીની સાથે ભાગીદારી કરી છે. આ કંપની ઈન્ડિંગોની સાથે પ્રવાસ કરનારા ગ્રાહકોએ ડોર-ટુ- ડોર બેગેજ ટ્રાન્સફરની સુવિધા આપશે. કંપની દિલ્હી અને હૈદરાબાદમાં ગુરુવારથી આ સેવા શરુ કરવામાં આવી છે.
ઈન્ડિયાના ચીફ સ્ટ્રેટેજી અને રેવેન્યૂ ઓફિસર સંજય કુમારે જણાવ્યું કે તેમની ડોર ટુ ડોર બેગેજ ટ્રાન્સફર સેવા તે પ્રવાસીઓ માટે રાહત ભરેલી રહેશે જે ઘરમાં એક્સ્ટ્રા બેગેજ લઈને પ્રવાસ કરવા ઈચ્છે છે. અથવા સીધા એરપોર્ટથી પોતાની ઓફિસ મીટિંગમાં જવા ઈચ્છે છે.
એટલું જ નહીં જો પ્રવાસી એરપોર્ટથી સીધો કામ પર જવા ઈચ્છે છે તો બેગેજ તેમના જણાવેલા ડેસ્ટિનેશન પર પહોંચી જશે એ પછી હોટેલ કે ઘરે કેમ ન હોય. સાથે સેવાની બુકિંગ કરવા માટે પ્રવાસીઓના બેગેજ ડિલિવરી ડાઉન્ટર પર રાહ નહીં જોવી પડે.
ઈન્ડિગોએ પોતાની આ સેવા માટે 6EBagport નામ આપ્યું છે. આ માટે પ્રવાસના સમયથી 24 કલાક પહેલા બુકિંગ કરાવવાની રહેશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.